2010માં મોદીએ શરૂ કરી અને તાળા લાગી ગયા
દિલીપ પટેલ અમદાવાદ, 14 સપ્ટેમ્બર 2025
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રાથમિક શાળાઓના મકાનોમાં રાત્રી શાળાઓ ચાલુ કરવા માટે જાહેરાત અને અમલ 30 મે 2010થી કરી દીધો હતો. પણ તેને તાળા લાગી ગયા છે. મોટી જાહેરાત કરી હતી પણ 15 વર્ષ પછી મોદીની યોજના કાળ રાત્રીમાં ફેરવાઈ ગઈ છે.
શાળામાં બાંધકામ, ઇજનેરી કૌશલ્ય તેમજ શોપિંગ મોલમાં વેચાણ જેવી કાળા શીખવા રાત્રી શાળા શરૂ કરી હતી.
મોદીએ જાહેર કર્યું હતું કે, ગુજરાતના હિતમાં સમાજની સંપત્તિનો વધુ સારો ઉપયોગ કરવા માટે રાત્રી શાળા શરૂ કરાઈ છે.
મોદીએ કહ્યું કે, અદાલતોના મકાનોમાં શરૂ કરાયેલી સાંધ્ય અદાલતોને કારણે કોર્ટ કેસોનો ભરાવો હળવો થઇ શક્યો છે, તેનું ઉદાહરણ આપ્યું હતું. પણ રાત્રી અલાદતો પણ બંધ થઈ ગઈ છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વેદની રૂચાઓના ગાન વચ્ચે સમિતિ સંચાલિત 270 પ્રાથમિક શાળાઓનું નામકરણ, તકતી અનાવરણ દ્વારા કર્યું હતું.
મોદીએ કહ્યું કે, આ માત્ર શાળાઆના નામકરણ પુરી ઘટના નથી પણ શાળા આ રાષ્ટ્રીય ગૌરવનો ભાવ છે. નામનો પોતાનો મહિમા અને ગૌરવ હોય છે, સમાજમાં ઇતિહાસમાંથી બોધ લેવાની સમર્થતા જરૂરી છે. નામકરણથી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને ઇતિહાસની જાણકારી મળશે.
નામકરણ પામેલી દરેક શાળાઓમાં વર્ષમાં એકવાર જે તે મહાનુભાવોને લગતી નિબંધ સ્પર્ધા, તેમના જીવન ચરિત્રની ક્વિઝ હરીફાઈ યોજવા મોદીએ કહ્યું હતું તે પણ બંધ છે. એમ ઓલ ગુજરાત ન્યૂઝના અહેવાલ પ્રમાણે વિગતો છે.
મુંબઈમાં રાત્રી શાળાઓ અનેક છે.
રાત્રિ શાળા એ પુખ્ત શિક્ષણની શાળા છે જે દિવસ દરમિયાન કામ કરતા લોકોને સમાવવા માટે સાંજે અથવા રાત્રે વર્ગો યોજે છે. સામુદાયિક કોલેજ અથવા યુનિવર્સિટી રાત્રિ શાળાના વર્ગો શરૂ કરતાં હોય છે.
જામનગર શહેરમાં 95 વર્ષથી રાત્રી શાળા
જામનગરમાં 95 વર્ષથી ભોઈ રાત્રિ શાળા છે. રાત્રે 8:30 વાગ્યાથી લઈ 9:30 વાગ્યા સુધી ચાલે છે અને તેમાં 25 થી 30 બાળકો રમતગમતના અનેક પ્રકારના પાઠ ભણે છે. ભોઈ કલા શિખે છે.
4 વર્ષથી તાપીમાં શાળા
તાપી જિલ્લાના સોનગઢના ગાડકુવા ગામમાં ગરીબ પરિવારના 100 વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે રાત્રિ શાળા ચલાવે છે. 5 ગામ કે ફળિયાના બાળકો આવે છે. શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે શાળા ચાલે છે.
મોદીએ કહ્યું કંઈક અને કર્યું ઉલટું
મોદીના રાજમાં શાળાઓની હાલત ખરાબ છે. 80 ટકા વિદ્યાર્થીઓએ શાળા છોડી દે છે. મોદીનું અભણ ગુજરાત મોડેલ છે. 2022-23માં પહેલા ધોરણમાં 45 લાખ વિદ્યાર્થીઓમાંથી 12માં ધોરણમાં 11 લાખ વિદ્યાર્થીઓ ભણતા હતા. જેમાં 34 લાખ વિદ્યાર્થીઓ 12 વર્ષમાં ભણવાનું છોડી દીધું હતું.
રાત્રી શાળાઓ તો ન ચાલી પણ અભણ ગુજરાત બનાવી દેવામાં આવ્યું છે.
એક જ શિક્ષકથી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા
વર્ષ – શાળા – વિદ્યાર્થીઓ
2022-23 – 1754 – 71506
2023-24 – 2462- 87322
2024-25 – 2936- 105134
એક શિક્ષકના કારણે શિક્ષણનું સ્તર નીચે જઈ રહ્યું છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાજનક છે
ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાની સંખ્યામાં સતત 3 વર્ષમાં વધારો થયો. 1754 શાળાથી વધીને 2936 થઈ છે.
શિક્ષકોની સંખ્યામાં 5 હજારનો ઘટાડો થયો છે.
2025માં ગુજરાતની 63 શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ શૂન્ય છે. એક પણ વિધાર્થી 63 શાળામાં નથી. 63 શાળામાં 78 શિક્ષકો કામ વગર રખાયા છે.
2025માં ગુજરાતમાં ઘટતાં વિધાર્થીઓ
1થી 5 ધોરણમાં 45 લાખ ,
6થી 8 ધોરણમાં 31 લાખ ,
9થી 10 ધોરણમાં 17 લાખ,
11 અને 12માં 11 લાખ વિદ્યાર્થીઓ છે.
પહેલા ધોરણમાં 45 લાખ વિદ્યાર્થીઓમાંથી 12માં ધોરણમાં 11 લાખ વિદ્યાર્થીઓ ભણે છે.
34 લાખ વિદ્યાર્થીઓ 12 વર્ષમાં ભણવાનું છોડી દીધું.
ગુજરાતમાં 40,000 શિક્ષકો નથી.
એક જ વર્ગખંડમાં અભ્યાસ કરતી શાળાઓ 14 હજાર 562 શાળાઓ છે.
ગુજરાતમાં 40 હજાર વર્ગખંડ નથી.