‘અમે બહુ બધું બોલી શકીએ છીએ’: ભારત-પાકિસ્તાન મેચ પછીના વિવાદ પર શોએબ અખ્તરની પ્રતિક્રિયા
રવિવારે દુબઈમાં રમાયેલી એશિયા કપ 2025ની મેચમાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાન પર 7 વિકેટથી શાનદાર વિજય મેળવ્યો. ભારતે 128 રનનો નાનો લક્ષ્ય માત્ર 15.5 ઓવરમાં જ હાંસલ કરી લીધો, જેનાથી ટીમનો દબદબો ફરી એકવાર સાબિત થયો. મેચના મેદાન પર ભારતનું પ્રદર્શન ઉત્કૃષ્ટ રહ્યું, પરંતુ મેચ પછી જે દ્રશ્યો જોવા મળ્યા તેનાથી એક નવો વિવાદ ઉભો થયો.
મેચ પૂરી થયા પછી, ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે પરંપરાગત રીતે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો અને સીધા ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં પાકિસ્તાની ખેલાડીઓ હાથ મિલાવવાની રાહ જોતા દેખાય છે, જ્યારે ભારતીય ખેલાડીઓ તેમને અવગણીને ચાલ્યા જાય છે. આ વર્તનથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
Shoaib Akhtar crying over the handshake saga 😂 Same guy was chilling with Asim Munir & Afridi months back. Well done Surya – strike as deep as Nur Khan Air Base! 🔥🇮🇳 #INDvsPAK #IndianCricket #IndiaVsPakistan #aisacup2025 #indvspak2025 https://t.co/6O4XkugN8U pic.twitter.com/t9V8pCk0U8
— Gaurav (@k_gauravs) September 15, 2025
આ ઘટના પર પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પોતાની પ્રતિક્રિયા આપી.
તેમણે ભારતના આ વલણની ટીકા કરી અને તેને “નિરાશાજનક” ગણાવ્યું. અખ્તરે કહ્યું, “હું અવાચક છું. આ જોઈને ખૂબ નિરાશા થાય છે. ભારતને સલામ. પણ, કૃપા કરીને બાબતોને રાજકીય ન બનાવો. આ એક ક્રિકેટ મેચ છે, તેને રાજકીય ન બનાવો. અમે તમારા માટે સારી વાતો કહી છે. હાથ ન મિલાવવા વિશે અમે ઘણી બધી વાતો બોલી શકીએ છીએ.” તેમણે વધુમાં કહ્યું કે, “લડાઈ-ઝઘડા તો ઘરમાં પણ થાય છે, ભૂલી જાવ અને આગળ વધો. આ ક્રિકેટની રમત છે, હાથ મિલાવો અને ભાઈચારો બતાવો.”
એક અહેવાલ અનુસાર, ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ખેલાડીઓને પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની સલાહ આપી હતી અને તેમને કોઈપણ પ્રકારની શાબ્દિક વાતચીત ટાળવા પણ કહ્યું હતું. આ સલાહના કારણે જ મેચ પછી આ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ઘટનાએ ક્રિકેટની દુનિયામાં રમતગમતની ભાવના અને રાજકીય તણાવ વચ્ચેના સંબંધો પર એક નવી ચર્ચા છેડી છે.