છેલ્લા કેટલાક દિવસથી પ્રિયા પ્રકાશ વારિયરનો વિડીયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં તેની આંખ મારવાની સ્ટાઈલ પર લોકો દિવાના છે. પરંતુ એક સ્ટારકિડ એવો પણ છે જે તેના એક્સપ્રેશનથી પ્રિયાને ટક્કર આપે છે. Taimur Ali Khan પણ એક્સપ્રેશન કિંગ છે.
તાજેતરમાં તૈમૂર મુંબઈના બાંદ્રામાં નજર આવ્યો હતો. અહીં ગાડીમાંથી બહાર નીકળતા સમયે કેમેરાની સામે તૈમૂર એક્સપ્રેશન આપે છે. તૈમૂર પીળી ટીશર્ટમાં એકદમ ક્યુટ લાગી રહ્યો છે.
બોલિવુડના ફેમસ સ્ટારકિડ્સમાંથી એક તૈમૂર અલી ખાન વધારે ચર્ચામાં રહે છે. જી હાં, બધા કરીના અને સૈફના લાડલા તૈમૂરના ફોટા જોવાની રાહ આતુરતાથી જોતા હોય છે. તૈમૂરની લોકપ્રિયતા એટલી છે કે તેના ફોટા ઇન્ટરનેટ પર બવાલ મચાવે છે.
ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરનો પુત્ર તૈમૂર અલી ખાન ૧ વર્ષનો થઇ ગયો છે. ૨૦ ડિસેમ્બરે જ્યારે તેનો જન્મ થયો હતો ત્યારે તૈમૂરતેના નામને લઈને વિવાદમાં આવ્યો હતો. તૈમૂરના ક્યુટનેસની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. પટૌડી પેલેસમાં તૈમૂરના બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી.
સામાન્ય રીતે સેલેબ્સ તેમના બાળકોને મીડિયાની નજરથી બચાવતા હોય છે પરંતુ તૈમૂરની સાથે કરીના અને સૈફ અલી ખાને એવું કર્યું નથી. તૈમૂરના જન્મથી લઈને અત્યાર સુધી ઘણા ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા છે.
રીલ હોય કે રીયલ લાઈફ, કરીના કપૂર કોઈના કોઈ વાતને લઈને ચર્ચામાં હોય છે. ક્યારેક તે પુત્ર તૈમૂરની સાથે દેખાય છે તો ક્યારેક તે તેની ખાસ ફ્રેન્ડ અમૃતા અરોડા સાથે.
જો કે, કરીના કપૂર એક એવી એક્ટ્રેસ છે જેને ઘરે બેસી રહેવું પસંદ નથી. આ કારણે તે હંમેશા કોઈને કોઈ ખબરના કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક પતિ સૈફ સાથે લંચ ડેટ પર તો ક્યારેક તેની ગર્લગેંગ સાથે એન્જોય કરતા.