જો મેરેજ પાર્ટી, એજ્યુકેશનલ ટુર અથવા તીર્થયાત્રા માટે સ્પેશિયલ ટ્રેન અને કોચ બુક કરાવવા માંગો છો, તો તેના માટે હવે તમારે રેલવે અધિકારીઓ પાસે નહીં જવું પડે. રેલવે બોર્ડે આવા બુકિંગ માટે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગત દિવસોમાં જાહેર થયેલા સર્ક્યુલર પ્રમાણે, હવે કોઇપણ પેસેન્જર સ્પેશિયલ ટ્રેન, કોચ, સલૂનને ફૂલ ટેરિફ રેટ (એફટીઆર) પર આઈઆરસીટીસીના સિંગલ વિંડો બુકિંગ સિસ્ટમ દ્વારા બુક કરાવી શકે છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આ પ્રકારના ઓનલાઇન બુકિંગ પર કુલ ભાડાના 5 ટકા ચાર્જ વસૂલવામાં આવશે. સાથે જ પેસેન્જર્સને 30 ટકા સર્વિસ ચાર્જ પણ આપવો પડશે.18 કોચવાળી સ્પેશિયલ ટ્રેન બુક કરાવવા માટે 50 હજાર રૂપિયા સિક્યોરિટી તરીકે જમા પણ કરાવવાના રહેશે.