iPhone 17 Pro Maxના બદલે આ કારો ખરીદીને કરો સ્માર્ટ ડીલ, જુઓ લિસ્ટ
તાજેતરમાં Appleએ આઈફોન 17 સિરીઝ લોન્ચ કરી છે. તેના ફ્લેગશિપ મોડેલ આઈફોન 17 પ્રો મેક્સની ભારતમાં શરૂઆતી કિંમત રૂ. 1,49,900 (256GB) છે, જ્યારે ટોપ વેરિઅન્ટ (2TB)ની કિંમત રૂ. 2,29,900 સુધી છે. પરંતુ શું તમે જાણો છો કે આટલી રકમમાં તમે એક સેકન્ડ હેન્ડ કાર પણ સરળતાથી ખરીદી શકો છો? Cardekho અનુસાર, ભારતમાં ઘણા લોકપ્રિય મોડેલ રૂ. 2 લાખથી રૂ. 2.5 લાખના બજેટમાં ઉપલબ્ધ છે. ચાલો જાણીએ આ કારો વિશે.
2010-2012 Honda Jazz
હોન્ડા જૅઝને ભારતની પહેલી પ્રીમિયમ હેચબેક માનવામાં આવે છે. તેનું સ્પોર્ટી લુક, મોટું કેબિન અને બહેતર પર્ફોર્મન્સ તેને ખાસ બનાવે છે. તેમાં યુનિક મેજિક સીટ આપવામાં આવી હતી, જેને અલગ-અલગ રીતે ફોલ્ડ કરી શકાતી હતી. 1.5-લિટર 120PS પેટ્રોલ એન્જિન અને પછીથી લોન્ચ થયેલું 1.2-લિટર 90PS એન્જિન બંને શાનદાર પર્ફોર્મન્સ આપે છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં 2010-2012 મોડેલની કિંમત રૂ. 1.5 લાખથી રૂ. 2 લાખની વચ્ચે છે.
2011-2013 Volkswagen Vento
ફોક્સવેગન વેન્ટો તે સમયની સૌથી ચર્ચિત સેડાન કારોમાંની એક હતી. તેમાં 1.6-લિટર પેટ્રોલ અને ડીઝલ એન્જિનના વિકલ્પો હતા, જે 105PS પાવર આપતા હતા. તેનો ડ્રાઇવિંગ અનુભવ અને બિલ્ડ ક્વોલિટી આજે પણ વખાણવાલાયક છે. સેકન્ડ હેન્ડ માર્કેટમાં રૂ. 2 લાખથી રૂ. 2.5 લાખમાં ઉપલબ્ધ છે, સામાન્ય રીતે 70,000 થી 1 લાખ કિમી ચાલેલી.
2011-2012 Honda City
હોન્ડા સિટીની સ્પોર્ટી હેન્ડલિંગ અને સેડાનનો અનુભવ તેને ખાસ બનાવે છે. 1.5-લિટર i-VTEC એન્જિન 118PS પાવર અને 146Nm ટોર્ક આપતું હતું. 2011-2012 મોડેલ સેકન્ડ હેન્ડમાં રૂ. 2 લાખથી રૂ. 2.5 લાખમાં ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે 70,000 થી 1 લાખ કિમી સુધી ચાલેલી હોય છે.
2011-2012 Maruti Swift
મારુતિ સ્વિફ્ટ ભારતની સૌથી લોકપ્રિય હેચબેક રહી છે. 2011-2012 મોડેલમાં 1.2-લિટર પેટ્રોલ (87PS) અને 1.3-લિટર ડીઝલ (75PS) એન્જિન વિકલ્પ હતા. તેની કિંમત સેકન્ડ હેન્ડમાં રૂ. 1.8 લાખથી રૂ. 2.5 લાખની વચ્ચે છે અને સામાન્ય રીતે 50,000 થી 1 લાખ કિમી ચાલેલી હોય છે.
2012-2013 Hyundai i20
હ્યુન્ડાઇ i20 તે સમયની પ્રીમિયમ હેચબેક હતી. તેમાં ઓટો-હેડલાઇટ, રેન-સેન્સિંગ વાઇપર અને સનરૂફ જેવા ફીચર્સ હતા. સેકન્ડ હેન્ડ માર્કેટમાં રૂ. 2.1 લાખથી રૂ. 2.5 લાખમાં ઉપલબ્ધ છે અને સામાન્ય રીતે 80,000 થી 1 લાખ કિમી ચાલેલી હોય છે.
જો તમે આઈફોન 17 પ્રો મેક્સ ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે જ રકમમાં તમે એક સારી સેકન્ડ હેન્ડ કાર પણ સરળતાથી ખરીદી શકો છો.