વલસાડ નગરપાલિકાનું અત્યાર સુધીનું પરિણામ.વલસાડ નગરપાલિકા ની 11 વોર્ડ ની મતગણતરી શરૂ થઇ ચુકી છે.જેમાં આ વખતે સમગ્ર જિલ્લાની નજર વલસાડ નગરપાલિકા પર મંડાઈ છે કારણ કે આ વખતની વલસાડ પાલિકા બેઠક પર 160 થી વધુ અપક્ષ , 44 ભાજપ અને કોંગ્રેસ ના 23 ઉમેદવારોનું ભાવી નક્કી થઈ રહ્યુ છે.
નગરપાલિકાનું અાજે પરિણામ છે.74 નગરપાલિકાની મતગણતરી હાથ ધરાઈ છે.વલસાડ નગરપાલિકાની 11 વોર્ડની મતગણતરી શરૂ, શરૂઆતી પરિણામમાં વોર્ડ નમ્બર એકમાં ભાજપની પેનલ વિજેતા બની જ્યારે વોર્ડ નંબર 7 માં ત્રણ અપક્ષ અને એક કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે.વોર્ડ નંબર 1 માં બીજેપી પેનલની જીત થઈ છે.ઉજેશ, નિમિષા, રાજેશ, વર્ષા પાનવાલા વિજેતા બન્યા છે.
જીતેલા ઉમેદવારોએ મતદારોનો અાભાર વ્યક્ત કર્યો હતો.