આનંદ કુમાર વેલકુમાર: ભારતના પ્રથમ સ્કેટિંગ વિશ્વ ચેમ્પિયન!
ભારતીય રમતગમતના ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય લખાયો છે! આનંદ કુમાર વેલકુમાર નામના 22 વર્ષીય યુવા ખેલાડીએ ચીનમાં આયોજિત સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. આ જીત સાથે, આનંદ કુમાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે.
એક ઐતિહાસિક સિદ્ધિ
પુરુષોની સિનિયર 1000 મીટર સ્પ્રિન્ટ ઇવેન્ટમાં, આનંદ કુમારે 1:24.924 સેકન્ડ ના અદભૂત સમય સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ માત્ર એક મેડલ જીતવાની નથી, પરંતુ સ્કેટિંગના વૈશ્વિક મંચ પર ભારતને એક નવી ઓળખ અપાવવાની છે.
આનંદ કુમારની આ ઐતિહાસિક જીત પહેલા, તેમણે 500 મીટર સ્પ્રિન્ટ માં 43.072 સેકન્ડ નો સમય લઈને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનો પ્રથમ સિનિયર મેડલ હતો. તે જ દિવસે, ક્રિશ શર્મા એ જુનિયર કેટેગરીમાં 1000 મીટર સ્પ્રિન્ટ માં ગોલ્ડ મેડલ જીતીને ભારત માટે ડબલ ગોલ્ડની ખુશી આપી.
Proud of Anandkumar Velkumar for winning the Gold at the Senior Men’s 1000m Sprint in the Speed Skating World Championships 2025. His grit, speed and spirit have made him India’s first World Champion in skating. His accomplishment will inspire countless youngsters.… pic.twitter.com/uewup1bGir
— Narendra Modi (@narendramodi) September 16, 2025
આનંદ કુમારનો સિલસિલો
આનંદ કુમાર વેલકુમાર માટે આ પ્રથમ મોટી સિદ્ધિ નથી. આ વર્ષની શરૂઆતમાં, તેમણે ચીનના ચેંગડુમાં યોજાયેલી વર્લ્ડ ગેમ્સ માં 1000 મીટર સ્પ્રિન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને રોલર સ્પોર્ટ્સમાં ભારતનો પહેલો મેડલ મેળવ્યો હતો. તેમની આ સતત સફળતાઓ ભારતીય સ્કેટિંગની વધતી ક્ષમતા દર્શાવે છે.
વડાપ્રધાન મોદી તરફથી અભિનંદન
આનંદ કુમારની આ અસાધારણ સિદ્ધિ પર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કરીને આનંદ કુમારને અભિનંદન પાઠવ્યા અને કહ્યું, “સ્પીડ સ્કેટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 માં સિનિયર પુરુષોની 1000 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ આનંદ કુમાર વેલકુમાર પર ગર્વ છે. તેમના ધૈર્ય, ગતિ અને જુસ્સાએ તેમને ભારતના પ્રથમ વિશ્વ ચેમ્પિયન બનાવ્યા છે. તેમની સિદ્ધિ અસંખ્ય યુવાનોને પ્રેરણા આપશે.”
આનંદ કુમારની આ જીત લાખો યુવાનો માટે પ્રેરણારૂપ બનશે અને ભારતમાં સ્કેટિંગ રમતને નવી ઊંચાઈઓ પર લઈ જશે.