ઈમોશનલ ગર્લની છાપ સામાન્ય રીતે રોતલ છોકરીની બની જાય છે. નાની નાની વાતે ગળગળી થઈ જતી કે રડી પડતી છોકરીઓ સામાન્ય રીતે બધાના મજાકનું પાત્ર બને છે. પરંતુ શું તમે જાણો છો કે ઇમોશનલ ગર્લ વધારે સારી લાઈફ પાર્ટનર બની શકે છે? વિશ્વાસ ન આવતો હોય તો આટલુ વાંચો. ઇમોશનલ છોકરીઓ સ્વભાવે પ્રામાણિક અને કેરિંગ હોય છે. તે તમારા પ્રત્યે ઊંડી લાગણી ધરાવે છે. તે સામી વ્યક્તિના ગુણોને બિરદાવી શકે છે. જો આવી જ કોઈ ઇમોશનલ ગર્લને લાઈફ પાર્ટનર બનાવી લેશો તો તમે મોટા ફાયદામાં રહેશો. આ છોકરીઓ પોતાની લાગણી છુપાવતી નથી કે આડી અવળી વાત નથી કરતી. જ્યારે સામે પાર્ટનર પણ ખૂલીને પોતાની લાગણી જતાવી દે ત્યારે આ કપલની રિલેશનશીપમાં કોઈપણ અડચણ આવતી નથી. ગર્લ ઇમોશનલ હોય ત્યારે તમે પણ શું મહેસૂસ કરો છો તેની વાત ખૂલીને કરી શકો છો. વળી ગર્લના મનમાં શું ચાલતુ હશે તે ગેસ કરવામાં તમારે તમારી એનર્જી વેસ્ટ નથી કરવી પડતી, તે સામેથી જ તેના મનની વાત તમને કહી દેશે. ઇમોશનલ ગર્લ્સ તમારા માટે જે પણ કરે છે તે દિલથી કરે છે. તેમના દિલમાં તમારા માટે ખૂબ જ પ્રેમ ભરેલો હોય છે. આવી ગર્લ્સ બહારથી ગિફ્ટ ખરીદવાના બદલે ઘરે જાતે બનાવેલી ગિફ્ટ આપવાનું પસંદ કરે છે. તે પોતાની પસંદ કરતા તમારા વિષે વધારે વિચારે છે. તે તમારી પસંદ-નાપસંદ મુજબ પોતાનું પ્લાનિંગ કરે છે.ઇમોશનલ છોકરીઓને યાદગાર ક્ષણો ઊભી કરવી ખૂબ જ ગમતી હોય છે. તેમને પોતાને પણ આખી જીંદગી આવી ક્ષણો વિષે વિચારવુ અને યાદ કરવુ ગમતુ હોય છે. તે કડવી યાદ કરતા સારી યાદોને દિલમાં જગ્યા આપવામાં માને છે. આવી ગર્લ્સ પોતાની લાઈફ માટે પેશનેટ હોય છે અને જીવનની દરેક પરિસ્થિતિ સામે લડત આપે છે. તે જે પણ કરે છે તે પૂરેપૂરા દિલથી કરે છે અને ઇચ્છે તે હાંસલ કરીને રહે છે. આવો સ્વભાવ ધરાવતી ગર્લ્સ કેરિંગ હોય છે અને તેમના વિષે કશું જ કહેવા જેવુ નથી હોતુ. આવી ગર્લ જેને લાઈફ પાર્ટનર તરીકે મળે છે તેની લાઈફ બની જાય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.