અત્યાર સુધી આપણે ત્યાં મેનોપોઝને જોઈએ તેટલું મહત્ત્વ અપાતું નહોતું. સરેરાશ ૪૫ વર્ષની વય પછી સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન્સના ઉત્પાદનમાં ઘટાડો થવાથી સ્ત્રીના શરીરમાં મહત્ત્વના ફેરફાર થાય છે. આ મહત્ત્વના ફેરફાર વિશે હવે લોકો તબીબી વિજ્ઞાાન જાગૃત થયા છે. આ જ પ્રમાણે કન્યાને જ્યારે માસિક આવવું શરૂ થાય છે ત્યારે પણ આગળથી તેના શરીરમાં માનસિક અને શારીરિક અસરો અનુભવાય છે. સ્ત્રીના શરીરમાં સ્ત્રી બીજનું ઉત્પન્ન થાય તે સાથે જ આ ફેરફારો શરૃ થાય છે. માસિક આવવાના એકથી પંદર દિવસ પહેલેથી ફેરફાર શરૂ થાય છે. તાજેતરમાં કરાયેલા સંશોધનો પછી આવો પ્રકાશ પાડવામાં આવ્યો છે. મેનોપોઝની જેમ જ આવા ચિહ્નોમાં ચિડિયાપણું, ચિંતા, હાથ પગમાં કળ આવવી, કમરના દુખાવો, વજનમાં વધારો થવો, અચાનક રડવું આવવું, સતત ખાવાની ઈચ્છા થવી, હતાશા અનુભવવી, થાક વર્તાવો, માથાનો દુખાવો થવો, સ્તન સખત થવા, ગુસ્સો આવવાનો સમાવેશ થાય છે. આજકાલ ઘર આંગણે પણ ભલે આ બાબત અંગે ભિન્ન મત હોવા છતાં થોડી જાગૃતિ આવી છું. અને માસિક અગાઉ અનુભવવી પડતી તકલીફોમાંથી છૂટકારો અપાવવા નામની કુદરતી પદાર્થોમાંથી તૈયાર કરેલી દવા બજારમાં મુકાઈ છે. એલોપથી ઔષધોની આડઅસરો નહિ ધરાવતી આ દવા બજારમાં વગર પ્રિસ્ક્રિપ્શન મળી શકશે. આવી ચિહ્નો અંગેના સંશોધન પછી જાણવા મળ્યું હતું કે મહત્ત્વના અને જરૂરી ગામા લીનોલેનીક એસિડ (જી.એલ.એ.) નું ઉત્પાદન શરીરમાં થતું નથી. આ એસિડના અભાવે આવી તકલીફ વેઠવી પડે છે. ઈવનીંગ પ્રિરમોર્સ પ્રકારના ફૂલોના બિયામાંથી જે રસ કઢાય છે તેમાંથી આ એસિડ મળી રહે છે. (આ સાંજના ખીલતા પીળાં રંગના ફૂલો છે) આ દવામાં આ તેલનો ઉમેરો કરાયો છે. એવું નાયબ જનરલ મેનેજર નારાયણનું કહેવું છે. આ કેપ્સ્યુલ થી લાભ થશે કે નહીં તેનો જવાબ તો થોડા સમય પછી મળી શકશે પણ અત્યારે એટલું આશ્વાસન જરૃર લઈ શકાય કે વર્ષોથી જાણે અજાણે આવી મુશ્કેલી વેઠી રહેલી મહિલાઓને રાહત અપાવવાની દિશામાં પ્રગતિ સાધવાનો આરંભ થયો છે. માસિક આવતા પહેલાં જ દુ:ખાવો અને હતાશા અનુભવાય છે તે માટે તબીબી કારણો જવાબદાર છે એવી જાણ અત્યાર સુધી મહિલાઓને થઈ નહોતી. જેમણે આવી ફરિયાદો કરી હતી એવી મહિલાઓને શારીરિક અને માનસિક થાક ઓછો લાગે અને ગળ્યા પદાર્થો ઓછા ખાવાની સલાહ આપવામાં આવી હતી. એવું દિલ્હીના આરોગ્ય સંબંધે મુશ્કેલીઓમાં મદદરૂપ બનતી હેલ્પલાઈન સંસ્થાના કાર્યકર રાધિકાએ જણાવ્યું હતું. તેમના અભિપ્રાય મુજબ માસિક અગાઉ અનુભવાતી મુશ્કેલીઓ લગભગ દોઢસો પ્રકારની હોય છે. આમાં ચિંતા, હતાશા અને રડવા જેવી મુશ્કેલીઓ મુખ્ય છે. ત્યાર પછી માથાના દુ:ખાવા અને થકાવટનો ક્રમ આવે છે. દર મહિને આવા ચિહ્નોમાં ફેરફાર પણ થઈ શકે છે. ૪૦ ટકા જેટલી મહિલાઓ સમયાંતરે વિવિધ પ્રકારની તકલીફો અનુભવતી હોવા છતાં આ મુશ્કેલીમાં સર્જાવા પાછળનું મૂળ કારણ હજી સુધી શોધી શકાયું નથી. કેટલીક મહિલાઓને વધુ પડતી મુશ્કેલીઓ નડે છે. કેટલીકને સહ્ય તકલીફો થાય છે જ્યારે કેટલાંકને બિલકુલ જ તકલીફ અનુભવવી પડતી નથી. સામાન્ય એવી માન્યતા છે કે મગજમાં થતા ફેરફારને કારણે માથાના સખત દુ:ખાવા અને હતાશાને સંબંધ છે. એસ્ટ્રોજન હોર્મોનના પ્રમાણમાં થતા ફેરફાર આમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. માસિક ધર્મ પતી ગયા પછી એસ્ટ્રોજન હોેર્મોનનું પ્રમાણ વધવા માંડે છે. અને સ્ત્રીબીજના ઉત્પાદન વખતે તે એકદમ વધુ હોવાનું જણાયું છે. ત્યાર પછી તેના પ્રમાણમાં ઘટાડો નોંધાય છે અને માસિક વખતે એકદમ ઓછું થઈ જાય છે. એસ્ટ્રોજન હોર્મોન શરીરમાં પાણીના ભરાવા પર પકડ ધરાવતું હોવાથી ઘણાના શરીરમાં આ સમયે પાણીનો ભરાવો થાય છે અને વજન વધે છે. આ હોર્મોનની અસર સીધી મગજ પર થતી હોવાને કારણે મગજમાં પણ પ્રક્રિયા ઝડપી બને છે અને ઘણાને ફીટ પણ આવે છે. ઘણાને આવા સમયે લાગણી એટલી આળી બની જાય છે કે નાની નાની વાતમાં રોકી ન શકાય એ હદે રડવું આવે છે. ૩૦ વર્ષની વય પછી એકાદ બે બાળકોના જન્મ પછી જાંઘના ઉપરના ભાગમાં અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આવા સમયે ઘણાના ઘરમાં કંકાસ થાય છે અને બાળકો પણ માતાના અચાનક ગુસ્સાનો ભોગ બને છે. આવી તકલીફો છતાં મહિલાઓ તેને જીવનનો હિસ્સોે ગણી ડોક્ટરો પાસે જવાનું ટાળે છે. દિલ્હીના એક મગજના ડોક્ટરે માનસિક સામાજીક સમસ્યાને ગંભીરતાપૂર્વક ગણી દૂરદર્શન પર સિરિયલ શરૃ કરી હતી. મહિલાઓએ દર મહિને આ મુશ્કેલી વેઠવી જ રહી એવું અત્યાર સુધી બધી મહિલાઓ માનતી આવી છે. આવી તકલીફો તેઓ સામાન્ય રીતે તેમની સખીઓ માતા કે શિક્ષકો પાસે વર્ણવતી હોય છે. ડોક્ટરો પાસે આવતી કન્યાઓ કેયુવતીઓ ઘણું ખરું પેટના દુ:ખાવાની ફરિયાદ કરતી હોય છે. મોટાભાગની યુવતીઓ દર્દશામક ટીકડીઓ ગળી આમાંથી છૂટકારો મેળવવાની કોશિશ કરતી હોય છે. સામાન્ય તકલીફો રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ જો હતાશા કે અન્ય માનસિક મુશ્કેલીઓ સામાન્ય કરતા વધુ પ્રમાણમાં હોય તો આને જીવનનો એક હિસસો ન સમજી લેતા ડોેક્ટરની સલાહ લેવી જરૃરી છે. કારણ કે ભલે આમાંથી કાયમી છૂટકારો ન મળે એવી માન્યતા હોય પણ સમયસરની તપાસ અને સારવાર વડે રાહત જરૃર મેળવી શકાય તેમ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.