પારડી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ચૂંટણીમાં કોંગ્રેસના 14 અને ભાજપના 14 ઉમેદવારો વિજેતા થયા છે. જેમાં કોંગ્રેસ વચ્ચે ભાજપ વચ્ચે ટાઇ પડી હતી. જેને કારણે બન્ને પક્ષોના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ હવે પાલિકામાં સત્તા કોણ હાંસલ કરશે જે બાબતે અનેક સવાલો સાથે પારડીના નગરજનો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.
બીજી તરફ પાલિકામાં સત્તા પર બેસવા ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ દાવપેચ અજમાવી રહ્યા છે જયારે ભાજપવાળા કોંગ્રસના એક-બે સભ્યો ઉચકવા આકાશ પાતાળ એક કરી રહ્યું હોવાની ચર્ચા નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની રહ્યું છે પાલિકાનું પરિણામ આવતાની સાથે જ કોંગ્રેસે તાત્કાલિક વિજય સંઘર્ષ નગરમાં તમામ વિજેતા ઉમેદવારો તેમજ નેતાઓ કાર્યકર્તાઓ સાથે રહી ઉત્સાહ ભેર કાઢ્યું હતું અને મોડી સાંજે તમામ ચૂંટાયેલ સભ્યોને આપડી સરકાર બંનાવવાની છે માટેગાંધીનગર જવાનું એમ જણાવી તમામને હાલ અજ્ઞાત સ્થળે લઇ ગયા હોવાની ઉમેદવારના સબંધીઓ જણાવી રહ્યા છે.
પરંતુ હજી તો કલેક્ટર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ બનવવા માટે બંને પક્ષ ને 10 થી 15 દિવસ પહેલા જાણ કરવાની હોય છે તે પહેલાજ ઉમેદવારને ભાજપના નેતાઓ પોતાના સભ્યો ને ઉંચકી જવાના દર થી અત્યાર થી પોતાની બાજી સાચવી લીધી છે અને પારડી તાલુકા પંચાયતમાં સત્તા પર કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાંયે દરેક સભ્યોને ઉંચકીને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા જે પિરિસ્થિતિ ફરી પારડી નગર પાલિકાની ચૂંટણીમાં થઈ રહયું છે ત્યારે ભાજપના સભ્યો પારડીમાં જ હોવાની વિગતો સાંપડી હતી જયારે કોંગ્રેસના શહેર પ્રમુખ બિપિન પટેલ હેમંત ભગત વગેરે જોડે મોબાઈલ ફોન પર પાલિકામાં સત્તા પર બેસવા માટેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તમામના ફોન સ્વિચ બંધ બતાવી રહ્યા હતા,સત્તા પર બેસવા માટે બંને પક્ષે બહુમત મેળવવાના હોય છે અને બંને પાસે સરખા સભ્યો છે જેના કારણે પારડી નગરમાં સત્તા પર કોણ બેસસે જે અંકબંધ રહ્યું છે