“મારું ગામ”, “સ્વદેશી ગામ”ના સંકલ્પ સાથે નાના ધંધાર્થીઓને પગભર કરીએ : કચ્છ સાંસદ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના આગામી 19 સપ્ટેમ્બરના જન્મદિવસને અનુલક્ષી ભુજના સ્મૃતિવન ખાતે મારુ ગામ સ્વદેશી ગામના સંકલ્પ સાથે સરપંચ સંમેલનનું આયોજન સાંસદ વિનોદ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય ઉદ્દેશ્ય સરપંચઓના માધ્યમથી છેવાડા લોકોને સ્વદેશી વસ્તુઓ અંગે જાગૃત કરી નાનામાં નાના ધંધાર્થીઓને પગભર કરવા માટેનું હતો.
મારું ગામ સ્વદેશી ગામના સંકલ્પ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા અને તાલુકા પંચાયત હોદ્દેદારો, ભાજપપક્ષ હોદ્દેદારો અને જિલ્લાભરના સરપંચો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મારુ ગામ સ્વદેશી ગામના સંકલ્પ અંગે સાંસદ વિનોદ ચાવડાએ વાત કરતા જણાવ્યું હતું કે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના લોકલ ફોર વોકલ અને સ્વદેશી અભિયાનનું મોટી સંખ્યામાં પ્રચાર અને પ્રસાર થાય. આપણે રોજિંદા જીવનમાં દરેક વસ્તુ સવાર માંડીને સાંજ સુધી વિદેશી ઉપયોગ વસ્તુઓનું ઉપયોગ કરતા હોઈએ છીએ જેથી વિદેશી વસ્તુઓ છોડીને આપણે સ્વદેશી વસ્તુ તરફ વળીએ તેવા ખાસ ઉદ્દેશ સાથે મારું ગામ સ્વદેશી ગામના સંકલ્પ સાથે સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું
આ જ ઉદ્દેશ્ય સાથે “મારું ગામ, સ્વદેશી ગામ” ના સંકલ્પ સાથે આ સરપંચ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોને નવી દિશા મળી શકે.