અમદાવાદ, ગુજરાત યુનિર્વસીટીના પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી ફરિથી મુશ્કેલીમાં મુકાઇ શકે છે.. યુનિર્વસીટીની 100 કરોડની ગ્રાન્ટની એફ.ડી. ના મુદ્દે તેમજ ઉત્તરવાહી, કન્વેનશન હોલ સહીતના બાંધકામમાં થયેલ ગેરરીતિ મુદ્દે એસીબી કોર્ટે નોટીશ પાઠવી છે. ઉપરાંત કોર્ટે પોલીસ તપાસમાં આવેલ રીપોર્ટને રદ્ કરી ફરિથી તપાસ કરવા આદેશ કર્યો છે.
ગુજરાત યુનિર્વસીટીને મળેલી 100 કરોડ રૂપિયાની ગ્રાન્ટની એફ.ડી. ખોટી રીતે કરીને યુનિર્વસીટીના નાણાંનો દુરઉપયોગ કરવાના મામલે, પૂર્વ કુલપતિ પરિમલ ત્રિવેદી સામે ફરિયાદ કરવામાં આવી હતી.આ ફરિયાદને પગલે પોલીસે તપાસ કરીને રિપોર્ટ એસીબી કોર્ટ સમક્ષ મુક્યો હતો.જો કે આજે એસીબી કોર્ટે આ પોલીસ તપાસના રીપોર્ટને રદ્ કરીને ફરિથી સમગ્ર મામલાની તપાસ કરવા તેમજ આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરવાની નોટીસ આપવામાં આવી છે.
આ ઉપરાંત એસીબી કોર્ટે અગાઉ ગુજરાત યુનિર્વસીટીમા થયેલા ઉત્તરવાહી, કન્વેનશન હોલ, તેમજ અન્ય બાંધકામમાં નાણાંની ઉચાપત થઇ હોવાની ફરિયાદને પણ ગંભીર ગણાવી, તત્કાલીન બાંધકામ સમિતીના સભ્યો, ફાયનાન્સ સમિતીના સભ્યો અને પૂર્વ કુલપતિ સામે તપાસ કરવા આદેશ કર્યો છે.