– રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાયનો મામલો, અમદાવાદ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખાનગી દવાખાનાઓથી પણ મોંઘા ભાવે ઓક્સિજન ખરીદીનો વિવાદ HCમાં HCએ સરકારની કાઢી ઝાટકણી, કાલ સુધીમાં રિપોર્ટ આપવા સરકારને HCએ કર્યો આદેશ
– અમદાવાદઃ બાપુનગરમાં અસામાજીક તત્વોના આતંક મામલે પોલીસની કડક કાર્યવાહી,હરદાસનગર પાસે ચાકુ બતાવી દુકાનો બંધ કરાવનાર અસામાજિક તત્વોની પોલીસે કરી જાહેરમાં ખાતેદારી,ચારેય આરોપીઓને વિસ્તારમાં ફેરવી શીખવાડ્યો સબક
– અમદાવાદઃ દેશમાં વધી રહેલા ડિફોલ્ટર્સ સામે ઓલ ઇન્ડીયા બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનની લાલ આંખ, વધી રહેલી ઘટનાઓ સામે સમગ્ર દેશમાં ચલાવાશે સહી ઝુંબેશ, દેશમાંથી 5 કરોડ સહી એકત્ર કરી લોકસભાના અધ્યક્ષને સુપરત કરાશે, રાજ્યમાંથી 10 લાખ સહી એકત્ર કરવાનો એસોસિયેશનનો ટાર્ગેટ
-વડોદરાઃ આવકવેરા વિભાગના દરોડા, એમ જી રોડ પર આવેલ જ્વેલરીના શોરૂમમાં પાડયા દરોડા, હરિકૃષ્ણા જવેલર્સ પર આવકવેરા વિભાગના દરોડા,ઘડીપાળી પોળના રૂપાલી જવેલર્સ પર પણ આઈટીના દરોડા, આવકવેરાના કાર્યવાહીના પગલે જવેલર્સમાં ફફડાટ, તપાસ બાદ કાળુ નાણું મળી આવવાની શકયતા
– અમદાવાદના નારોલ વિસ્તારમાં અકસ્માત,નારોલ ઓવરબ્રિજ પર સર્જાયો અકસ્માત, ટેમ્પો અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, ટેમ્પો ક્લિનરનું ઘટનાસ્થળે કમકામટી ભર્યું મોત, ટેમ્પોચાલક ગંભીર રીતે ઘાયલ, નારોલ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથધરી
અમદાવાદ ના નારોલ નવા ઓવરબિજ પર અલ્ટો કારચાલક ટેમ્પો સાથે હિટ એન્ડ રન કરી ને ફરાર ટેમ્પો ચાલક સાથે ના ક્લીનર વોરા મુનાફ ૩૫ વષઁ ના યુવાન નું ઘટના પર જ મોત નીપજીયુ જ્યારે સૈયદ વોરા ની નાજુક હાલત ઓવરબિજ પર થયો ટાફિઁક જામ,ઈજાગસઁત ને વી એસ ૧૦૮ થી લઈ જવાયો,પોલિસ એ ફરાર કાર ચાલક ને શોધવા તપાસ હાથ ધરી