હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક બેસી જાય છે.હોળી પહેલા ફાગણમાસના શુક્લપક્ષની અાઠમથી પુનમ સુધી હોળાષ્ટક બેસી જાય છે. અા અાઠ દિવસ સુધી કોઈ પણ શુભ કામ થતા નથી. અામ જોવા જઈએ તો વર્ષમાં સૌથી ખરાબ સમય કે અશુભ સમય અા અાઠ દિવસને માનવામાં અાવે છે.
આ વખતે હોળાષ્ટક 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2018 સુધી રહેશે.આ સમય દરમિયાન શુભ અને માંગલીક કાર્યો નિષેધ છે.પૌરાણિક વિગતો મુજબ આઠ દિવસ પહેલા ફાગણમાસના શુક્લપક્ષની અાઠમથી નકારાત્મક ઊર્જા સ્વરૂપે પ્રકૃત્તિમાં દાખલ થાય છે.
અેક માન્યતા મુજબ ભોલે નાથે તેના તપશ્ચર્યા ભંગ કરવા અાવતા કામદેવને બાળીને ખાખ કર્યો હતો. એક બીજી માન્યતા એ પણ છે કે હિરણ્યકશ્યપના પુત્ર પ્રહલાદને તેની ફૈબા હોલીકાએ ખોળામા બેસાડી હોળી પ્રગટાવી હતી પરંતુ પ્રહલાદ ભગવાનનો પરમ ભક્ત હોવાથી બચી ગયો હતો. અામ અસુરી તાકાત પર સત્યનો વિજય થયો હતો. જેની યાદમાં અાજે પણ હોળી ઉજવવામાં અાવે છે.
ઉત્તર ભારતમાં હોળાષ્ટકને ખુબજ અશુભ માનવામાં અાવે છે, અા સમય દરમિયાન કોઈ શુભ કાર્યો કરવામાં અાવતા નથી.અા આઠ દિવસ માં ગૃહો પોતાનું સ્થાન બદલતા હોવાથી તેની અસર થાય છે.
ભુલથી પણ કરશો નહી અા કામ- લગ્ન, વાસ્તુ, ગૃહપ્રવેશ, ભૂમિપુજન, તેમજ હિન્દુ ધર્મના 16 સંસ્કાર નિષેધ માનવામાં અાવે છે.