અમદાવાદ વિરોધ પ્રર્દશનમાં આપે અત્યારસુધી ધરણા, ગાંધીગીરી કે પછી હોબાળો જોયા હશે.. પરંતુ શહેરના બાપુનગર વિસ્તારમાં સ્થાનીકોએ વિરોધની નવી પધ્ધતિ શરૂ કરી છે. જેમાં સ્થાનીકોને કચરાની સમસ્યા છે. જેના માટે હોર્ડીંગ્સ મુક્યા છે.
બાપુનગર ખાતે આવેલ લાયબ્રેરી પાસેે કચરાની પરિસ્થીતીનુ નિર્માણ થયુ છે.જે અંગે સ્થાનીક કોર્પોરેશનના અધીકારીઓ અને કોર્પોરેટરોને લેખીતમાં જાણ કરી છે. તેમ છતા કોઇ ઉકેલ ન આવતા અંતે સ્થાનીકોએ મોટા હોર્ડીંગ્સ જાહેરમાં લગાવ્યા છે.જેમાં સ્થાનીક ધારાસભ્ય, કોર્પોરેટર અને અધીકારીઓને અપીલ કરી છે.
હોર્ડીંગ્સમાં સ્થાનીક ધારાસભ્ય અને કોર્પોરેટરો તેમજ અધીકારીઓને વિંનતી કરી અને જાણ કરી છે. કે, કચરાની સમસ્યા દૂર કરવામાં આવે નહીં અને જો સમસ્યા દૂર ન થાય તો ઉગ્ર આંદોલનની ચિમકી આપી છે.