શું તમે પણ લોહી પાતળું કરવાની દવા લો છો? જાણો આ 5 કુદરતી વિકલ્પો વિશે
ઘણા લોકોને હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા હોય ત્યારે ડોક્ટર લોહી પાતળું કરવાની દવાઓ આપે છે. પરંતુ કેટલાક કુદરતી ફૂડ્સ પણ લોહીને પાતળું કરવા અને હૃદયનું સ્વાસ્થ્ય જાળવી રાખવામાં મદદ કરે છે. લોહી પાતળું થવાથી નસોમાં લોહીનો પ્રવાહ વધુ સારી રીતે થાય છે, હૃદય પરનું દબાણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર નોર્મલ રહે છે. ચાલો જાણીએ કેટલાક એવા ફૂડ્સ વિશે જે કુદરતી રીતે લોહી પાતળું કરે છે.
1. લસણ (Garlic)
લસણમાં એલિસિન (Allicin) નામનું તત્વ હોય છે જે પ્લેટલેટ્સને એકબીજા સાથે ચોંટતા અટકાવે છે, જેનાથી લોહીના ગઠ્ઠા બનવાનું જોખમ ઓછું થાય છે. લસણનું સેવન કાચું, શેકીને અથવા ખાવામાં ભેળવીને કરી શકાય છે. તે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.
2. આદુ (Ginger)
આદુમાં સેલિસિલેટ્સ (Salicylates) જોવા મળે છે, જે એસ્પિરિન જેવું કામ કરે છે. તે લોહીની ચીકાશ ઓછી કરે છે અને ધીમે ધીમે લોહીને પાતળું બનાવે છે. આદુનું સેવન હૃદયના સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
3. હળદર (Turmeric)
હળદરમાં હાજર કર્ક્યુમિન (Curcumin) લોહીને ગંઠાઈ જતું અટકાવવામાં મદદ કરે છે. તે લોહીના ક્લોટિંગ એન્ઝાઇમને બ્લોક કરે છે અને સોજો ઓછો કરે છે. હળદર નિયમિત રૂપે ખાવાથી ધમનીઓનું સ્વાસ્થ્ય વધુ સારું રહે છે.
4. ઓમેગા-3 ફેટી એસિડ્સ (Omega-3 Fatty Acids)
ઓમેગા-3 ફેટી એસિડ્સ પ્લેટલેટ્સની ચીકાશ ઘટાડીને લોહીને પાતળું કરે છે. આ ફેટી એસિડ્સથી ભરપૂર ફૂડ્સમાં સેલ્મન, મૅકરેલ, સાર્ડિન, ચિયા સીડ્સ, ફ્લેક્સ સીડ્સ અને અખરોટ નો સમાવેશ થાય છે. આ ફૂડ્સ હૃદય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
5. વિટામિન E યુક્ત ફૂડ્સ (Vitamin E-rich Foods)
વિટામિન E એક શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ છે જે પ્લેટલેટ્સને ચોંટતા અટકાવે છે અને બ્લડ થિનિંગમાં મદદ કરે છે. સૂર્યમુખીના બીજ, બદામ, અખરોટ, પાલક અને એવોકાડો વિટામિન Eના સારા સ્ત્રોત છે.
આ ફૂડ્સને તમારા આહારમાં સામેલ કરવાથી બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નોર્મલ રહે છે, લોહી પાતળું થાય છે અને હૃદય રોગોનું જોખમ ઓછું થાય છે. લોહી પાતળું કરવાની દવાઓનું સેવન કરનારાઓ માટે આ કુદરતી વિકલ્પો મદદરૂપ સાબિત થઈ શકે છે.