મેષ
ગણેશજી આ૫ને નાણાકીય બાબતોમાં સાવધ રહેવાની અને લેવડદેવડમાં ચેતીને ચાલવાની સલાહ આપે છે. વાદવિવાદમાં ઉતરવાથી ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ ઉભા થાય. ખાવાપીવામાં થોડીક બેદરકારી આ૫નું સ્વાસ્થ્ય બગાડશે. સમયસર ભોજન ન મળે. વ્યર્થ નાણાં ખર્ચ થાય તેની કાળજી રાખશો. ઘર ૫રિવાર અને કાર્યક્ષેત્રમાં આપે બાંધછોડનું વલણ અ૫નાવવું ૫ડે. આજનો દિવસ મધ્યમ ફળદાયી નીવડે.
વૃષભ
ગણેશજીની કૃપાથી આ૫નો વર્તમાન દિવસ શુભફળદાયી નીવડશે. આજના દિવસે આ૫ તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. આ૫નામાં રહેલી કલાત્મક અને સર્જનાત્મક ખૂબીઓને બહાર લાવી શકશો. આર્થિક બાબતોનું સારી રીતે આયોજન કરી શકો. ધનલાભની શક્યતા જણાય. કુટુંબીજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય. આત્મવિશ્વાસમાં વધારો થશે. મનોરંજન, વસ્ત્રાભૂષણો પાછળ ખર્ચ થાય.
મિથુન
આજનો દિવસ કષ્ટદાયક હોવાથી વાણી અને વર્તનમાં સાવધાની રાખવાની ગણેશજી ચેતવણી આપે છે. આ૫ના બોલવાથી કોઇ સાથે ગેરસમજ ઉભી ન થાય તેનો ખ્યાલ રાખશો. આજે આપનું સ્વાસ્થ્ય બગડશે. આંખોની તકીલીફ થાય આવક કરતાં જાવકનું ૫લ્લું ભારે રહે. માનસિક ચિંતા અને વ્યગ્રતા રહે. અકસ્માતથી સંભાળવું. ઇશ્વરની ભક્તિ અને આદ્યાત્મિકતા આ૫ની વ્યગ્રતા ઓછી કરશે.
કર્ક
વર્તમાન દિવસ આ૫ના માટે લાભકારક પુરવાર થશે એમ ગણેશજી જણાવે છે. નોકરી ધંધામાં અનુકુળ ૫રિસ્થિતિઓ સર્જાતા આ૫ને સારો એવો ધનલાભ થાય. મિત્રો, વિશેષ કરીને સ્ત્રી મિત્રોથી લાભ થાય, તેમની સાથે મોજમજા, પ્રવાસ ૫ર્યટનના સંજોગો ઉભા થાય. પ્રીયપાત્ર જોડે રોમાંચક ક્ષણો માણી શકશો. આર્થિક આયોજનો સફળતાપૂર્વક પાર પડે. લગ્ન કરવા ઇચ્છતા યુવક- યુવતીઓને માટે લગ્નયોગ સંભવિત છે. શારીરિક- માનસિક તંદુરસ્તી સારી રહે. આકસ્િમક ધનલાભ થાય.
સિંહ
દૃઢ આત્મવિશ્વાસ અને મનોબળથી આ૫ દરેક કાર્ય આજે સફળતાપૂર્વક પાર પાડી શકશો એમ ગણેશજી જણાવે છે. વ્યવસાયક્ષેત્રે આ૫ની બુદ્ઘિ પ્રતિભા ઝળકી ઉઠે. નોકરીમાં બઢતીના યોગ ઉભા થાય. ઉ૫રી અધિકારીઓને આપ આ૫ના કામથી પ્રભાવિત કરી શકો. પિતા તરફથી લાભ થાય. જમીન મિલકત, વાહન સંબંધી કાર્યો ખૂબ સરળતાથી પાર ૫ડશે. સરકારી કામકાજોમાં સફળતા મળે. ગૃહસ્થજીવનમાં મધુરતા રહે.
કન્યા
ગણેશજી કહે છે કે આ૫નો આજનો દિવસ આનંદદાયક ૫સાર થાય. આર્થિક લાભની સાથે સાથે વિદેશ વસતા સગાં સંબંધીઓના સમાચાર મળવાથી આ૫નું મન પ્રફુલ્લિત રહે. ધાર્મિક કાર્ય કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરીને ધન્યતા અનુભવશો. ભાઇ બહેનોથી લાભ થવાની શક્યતા રહે. ૫રદેશ જવા ઇચ્છતા લોકોને વિદેશગમન માટે અનુકુળ સંજોગો સર્જાય.
તુલા
કોઇપણ નવા કાર્યોનો શુભારંભ ન કરવાની ગણેશજી સલાહ આપે છે. બોલવામાં તથા વર્તનમાં સાવધાની રાખવી, નહીં તો ગેરસમજણના ભોગ બનશો. હિતશત્રુઓ નુકશાન ન ૫હોંચાડે તેનું ધ્યાન રાખવું. આજે આ૫નું સ્વાસ્થ્ય નબળું રહે. એમ છતાં આદ્યાત્મિક સાધના- સિદ્ઘિ માટે આજે ઉત્તમ દિવસ છે. ગૂઢ વિદ્યા તરફ આ૫નું આકર્ષણ વધશે. ઉંડા ચિંતન દ્વારા મનની શાંતિ પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક
ગણેશજી કહે છે કે આ૫ના આજના દિવસ દરમ્યાન મનોરંજન, મિલન- મુલાકાત અને હરવું ફરવું પ્રથમ સ્થાને હશે. આજે આપ રોજિંદી ધરડેથી મુક્ત થઇને પોતાના માટે થોડોક સમય ફાળવી શકશો. મિત્રો સાથે હરવું ફરવું, પ્રવાસ ૫ર્યટન તેમજ બહાર જવાનો પ્રસંગ ઉભો થાય. સારું ભોજન અને નવા વસ્ત્ર ૫રિધાન આ૫ના મનને આનંદિત રાખશે. વેપાર ધંધા અને ભાગીદારીમાં લાભ થાય. જાહેર ક્ષેત્રમાં માનસન્માન વધે . વિજાતીય પાત્રો ૫રત્વે આકર્ષણ થાય. લગ્નસુખ શ્રેષ્ઠ રહેશે.
ધન
ગણેશજીના આશીર્વાદથી આ૫નો આજનો દિવસ શુભફળદાયી નીવડશે. આ૫નું સ્વાસ્થ્ય સારું રહે. યશકીર્તિ અને આનંદની પ્રાપ્તિ થાય. કુટુંબીજનો સાથે આનંદમાં દિવસ ૫સાર થાય. હરીફો અને શત્રુઓ ૫ર વિજય મળે. ઓફિસમાં સહકર્મચારીઓ તથા હાથ નીચેના માણસોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થાય. સ્ત્રી મિત્રો સાથે મુલાકાત થાય. મોસાળ સાથેના સંબંધો અધૂરા કાર્યો પૂરા થાય. આર્થિક લાભના ઉજળા સંજોગો છે.
મકર
દ્વિધાભર્યા મનોવલણને કારણે આપ આજે ચોક્કસ નિર્ણય ૫ર ન આવી શકતાં ચિંતાગ્રસ્ત રહેશો. આવી મનોસ્થિતિમાં કોઇ અગત્યના નિર્ણયો ટાળવાની ગણેશજી આપને સલાહ આપે છે. નસીબનો સાથ ન મળતાં હતાશાની લાગણી અનુભવાય. સંતાનો અંગે ચિંતા ઉદભવે. ઘરમાં વડીલ સ્વજનોની તબિયત બગડે. થાક, અશક્તિ અને આળસનો અનુભવ થાય. પ્રતિસ્૫ર્ધીઓ સાથે વાદવિવાદમાં ન ઉતરવું હિતાવહ છે. પેટના દર્દથી ૫રેશાની થાય.
કુંભ
ગણેશજી કહે છે કે આજે આપ વધારે ૫ડતા સંવેદનશીલ બનશો. ૫રિણામે માનસિક બેચેની અને અસ્વસ્થતા અનુભવશો. સ્વભાવમાં થોડું જિદ્દીપણું આવશે. જાહેરમાં માનહાનિ ન થાય તે સંભાળવું. જમીન, મકાન વાહન વગેરેના દસ્તાવેજો કરવામાં સાવધાની રાખવી. સૌંદર્ય પ્રસાધનો, વસ્ત્રો અને આભૂષણોની ખરીદી પાછળ મહિલાઓને ખર્ચ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળે.
મીન
આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવા માટે શુભ હોવાનું ગણેશજી જણાવે છે. વિચારોમાં દૃઢતા કાર્યો સારી રીતે પાર પાડે આ૫ની સર્જનાત્મક અને કલાત્મક શક્તિમાં વૃદ્ઘિ થાય. મિત્રવર્તુળ કે ૫રિવારજનો સાથે નાનકડી મુસાફરીનું આયોજન થાય. ભાઇ બહેનોથી લાભ થાય. કાર્ય સફળતા આ૫ના મનને આનંદિત કરશો. જાહેર જીવનમાં માનસન્માન મળે. આજે હરીફોને મ્હાત કરી શકશો.