PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતના પ્રવાસે અાવી રહ્યા છે.વર્ષ ૧૯૮૭માં દમણ-દીવને સંઘપ્રદેશ તરીકે જાહેર થયા બાદ ૩૧ વર્ષ પછી દેશના વડાપ્રધાન શનિવારે દમણની મુલાકાતે આવી રહ્યાં છે.
PM નરેન્દ્ર મોદી આજે દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં નાના-મોટા ૩૭ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન, લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.અાજે બપોરે દમણમાં દમણ અને દીવ વચ્ચે પવનહંસ સેવાનો પ્રારંભ અને દમણ ગંગા રિવર ઉપર બનેલા નવનિર્મિત બ્રિજનું લોકાર્પણ કરશે.
PM નરેન્દ્ર મોદીનો અાજનો કાર્યક્રમ– 10.20 AM દિલ્હી એરપોર્ટ પરથી નીકળશે, 12.05 PMનું સુરત એરપોર્ટ ખાતે આગમન થશે, 12.10 PM સુરત એરપોર્ટ પરથી દમણ જવાના રવાના થશે, 2.30 PM દમણ એરપોર્ટ પરથી સુરત જવા રવાના થશે, 3.10 PMનું સુરત એરપોર્ટ પર થશે આગમન, 3.15 PM સુરત એરપોર્ટ પરથી ચેન્નઇ જવા રવાના થશે.
PM નરેન્દ્ર મોદીનો અાવતીકાલનો કાર્યક્રમ-સાંજે 6.50 કલાકે સુરત એરપોર્ટ પર ઉતરણ કરશે, ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા મેરેથોન’નો પ્રારંભ કરાવશે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે મેરેથોનનું આયોજન કરવામાં અાવ્યુ છે, 7 કલાકે PM ‘રન ફોર ન્યૂ ઈન્ડિયા’નું કરાવશે પ્રસ્થાન, રાત્રે 8.10 કલાકે સુરત એરપોર્ટથી દિલ્હી જવા થશે રવાના