નિરવ મોદી અને વિજય માલ્યા જેવા વિદેશમાં ફરાર થઈ ગયેલા વેપારીઓના વેપારના ધિરાણને કારણે દેશની બેન્કોની સ્થિતિ દરરોજ વધુ ખરાબ થઈ રહી છે. બેન્ક સરકાર પાસે અાવા ડિફોલ્ટરને પરત લાવવા કાકલુદી કરે છે, પરંતુ હાલના બેન્કોની સ્થિતિ છે તેનો તમામ બોજ દેશની સામાન્ય જનતા પર અાવી રહ્યો છે. લોન ડિફોલ્ટને લીધે ભારતીય બેન્કોએ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) દ્વારા 8.29 લાખ કરોડ અથવા સપ્ટેમ્બર 2017 સુધીના હિસાબ એકાઉન્ટને પાર કર્યો છે.
જેટલો પૈસો બેન્કોનો ડૂબ્યો છે તેની ભરપાઇ જો સામાન્ય નાગરીક પાસેથી વસુલવામાં અાવે તો દેશના દરેક નાગરિકને રૂ .6,233 ચૂકવવા પડશે.2017 ના આરબીઆઈના ડેટા મુજબ ભારતીય ઉદ્યોગો પર 28.92 લાખ કરોડનું દેવુ છે.આશ્ચર્યજનક રીતે, આ દેવુ સમગ્ર દેવાના માત્ર 37 ટકા છે.એટલે કે, હાલના સમયમાં ભારતીય બેન્કો 5.58 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ ડૂબવાની તૈયારીમા છે.જો આ રકમ દેશના નાગરીક પાસેથી એકત્ર કરવામાં આવે છે, તો દરેક નાગરિકના ખિસ્સામાં 4195 ની આસપાસ જશે.