દમણ-વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આવ્યા હતા. દિલ્હીથી સુરત પહોંચ્યા બાદ, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને સુરતના મેયર અસ્મીતા શિરોવાએ પુષ્પાંજલિ શ્રદ્ધાંજલિનું સ્વાગત કર્યું છે. મોદીએ દિવ દમણ. વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરી અને માછીમારો માટે શૂન્ય વેટની જાહેરાત કરી. સાથે સાથે વધુ યુનિવર્સિટીની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન બન્યાં બાદ નરેન્દ્ર મોદી પ્રથમવાર દમણ આવ્યાં છે. દમણથી હેલિકોપ્ટર સેવા શરુ થતાં માત્ર એક કલાકમાં દીવ પહોંચી શકાશે. જેનાથી ટુરિઝમને પ્રોત્સાહન મળશે.અા સિવાય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગેસ પાઇપલાઇન, ઇલેક્ટ્રિક સબસ્ટેશન નગરપાલિકા બજારના ખાતમુહૂર્ત કરાયાં હતાં.હેલિકોપ્ટર સેવા અને ઓડિશા-અમદાવાદ વચ્ચે વિમાન સેવાનો પ્રારંભ, દિવ્યાંગોને વ્હીલચેર વિતરણ મહિલાઓને ઇ-રિક્ષા અને સ્કૂટી વિતરણ કર્યું હતું.