અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ભ્રષ્ટાચારનું પ્રદૂષણ
દિલીપ પટેલ
અમદાવાદ, 18 સપ્ટેમ્બર 2025
રૂ. 91 કરોડના પ્રોજેક્ટ્સની મંજૂરી અમદાવાદ શહેરમાં હવા પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવે છે.
એર પોલ્યુશનમાં વધારો થવા માટે 36 % રોડ ડસ્ટ, 34 % ઘરેલુ વિવિધ ઉપયોગ , STP પ્લાન્ટ તથા ઇન્ડસ્ટ્રી દ્વારા અને 16 % બાંધકામ પ્રવૃત્તિ મુખ્ય કારણ છે. તેમજ નાઇટ્રોજન ઓક્સાઇડ વાહનોને કારણે તેમજ સલ્ફર ડાયોક્સાઇડ જેવા ગંભીર અને ખતરનાક વાયુ ઈન્ડ્રસ્ટ્રી તથા સ્મશાન દ્વારા હવામાં ફેલાય છે જે ખુબ જ ગંભીર બાબત છે. એર પોલ્યુશન ઘટાડવા બાબત 2023 સુધીના ચાર વર્ષમાં ખર્ચ રૂ. 280 કરોડની રકમ વેડફાઇ જવા પામી હતી.
એર ક્વોલિટી ઇન્ડેક્ષ દિનપ્રતિદિન ઉંચો જતો જાય છે એર કવોલીટી ઇન્ડેક્ષમાં અમદાવાદ શહેર હાલ દેશના અગ્રિમ 50 શહેરોમાં પણ નથી.
અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા મળી રહે તે માટે તાકીદે યુધ્ધના ધોરણે કાર્યવાહી કરવા લોકો માંગણી કરી રહ્યાં છે.
ખર્ચ નેશનલ ક્લીન એર પ્રોગ્રામમાં શહેરની હવાની ગુણવત્તા સુધારવા માટે કરવામાં આવશે.
હવાના પ્રદૂષણ ઘટાડવા માટે આઈ સી એલ આઈ સાઉથ એશિયા કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલાઈઝ્ડ એર મોનીટરીંગ સ્ટેશનથી મળતી માહિતી આધારિત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.
રસ્તાઓની સુધારણા, ડસ્ટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક બસ ચાર્જિંગ સુવિધાઓ અને વૈજ્ઞાનિક મોનીટરીંગ માટે એએમસી દ્વારા કામ શરૂ કરવામાં આવી રહ્યા છે. રસ્તાઓનું રીસરફેસિંગ અને ડસ્ટ કન્ટ્રોલ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવાશે. રિ-કાર્પેટિંગ, સ્ટ્રીટ સ્વીપીંગ, પાણીનો છંટકાવ, રોડ સાઈડ ડસ્ટ ભેગી કરાશે.
જેમાં રૂ. 41 કરોડ ખર્ચ થશે. આ ઉપરાંત એએમટીએસ બસ ડેપોમાં ઈવી ચાર્જીંગ સ્ટેશન- ટકાઉ પરિવહનને પ્રોત્સાહિત કરવા માટે રૂ. 12 કરોડ 30 લાખ ખર્ચ કરવામાં આવશે તેમજ ગાંધીનગર, કાલોલ, સાણંદ અને બાવળા નગરપાલિકામાં એર ક્વોલિટી મોનીટરીંગ અને કન્ટ્રોલ કામો – સ્થાનિક સ્તરે હવાની ગુણવત્તા સુધારવા માટે રૂ. 18 કરોડ ફાળવવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ સત્તાધારી ભાજપ એર પોલ્યુશન ઘટાડવા મળતી ગ્રાન્ટ પૈકી મોટી રકમ માનીતા કોન્ટ્રાકટરના લાભાર્થે વાપરવામાં આવે છે. વોલ ટુ વોલ રોડ નહીં બનવાને કન્ટ્રકશન સાઇટ તથા શહેરમાં નિયમિત યોગ્ય સાફ સફાઇ નહીં થવાને કારણે હવામાં ધુળના પ્રમાણમાં વધારો થયો છે.
અમદાવાદની હવા ઝેરી બની રહી છે. શહેરના રાયખડ અને રખિયાલ વિસ્તારમાં હવાના પ્રદૂષણ અસામાન્ય હદે વધારો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે. પરંતુ મ્યુનિસિપલ સત્તાધારી ભાજપે સદર રકમનો યોગ્ય ઉપયોગ કર્યો નથી
ભાજપના સત્તાધીશો હવા શુદ્ધ કરવાના નામે કરોડો. ખર્ચવા છતાં અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા મળતી નથી. મ્યુનિસિપલ સત્તાધારી ભાજપ એર પોલ્યુશન ઘટાડવા મળતી ગ્રાન્ટ પૈકી મોટી રકમ તેમના માનીતા કોન્ટ્રાકટરના લાભાર્થે વાપરવામાં આવે છે.
તેમજ વોલ ટુ વોલ રોડ નહી બનવાને કન્સ્ટ્રકશન સાઈટ તથા શહેરમાં નિયમિત યોગ્ય સાફ સફાઈ નહીં થવાને કારણે હવામાં ધૂળનું પ્રમાણમાં ખૂબ જ વધારો થયો છે. તેથી એર ક્વોલિટી ઇન્ડેક્ષ સુધારવા તથા
શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા માટે ફાળવેલ નાણા અન્ય કામમાં વાપરી નાખવામાં આવે છે.
એર પોલ્યુશન બાબતે જવાબદાર સ્ત્રોત શોધવા, એર પોલ્યુશન ઓછું કરવાના ઉપાયો શોધવા, એર પોલ્યુશન ઓછું થયું કે નહીં તે નિયમિત ચેક કરવું, પીરાણા ખાતે કચરાનો ડુંગર દુર કરવા વિ. બાબતે નક્કર કામગીરી કરવી જોઈએ