લોક અદાલતમાં 8 લાખ ખટલાના ચૂકાદા
દિલીપ પટેલ
અમદાવાદ, 17 સપ્ટેમ્બર 2025
લોક અદાલત થકી તકરાર નિવારણનું ચલણ વધી રહ્યું છે અને લોક અદાલતની વ્યવસ્થા લોકપ્રિય બની રહી છે. વર્ષ 2025ના વર્ષની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનું ગુજરાત રાજ્યમાં 13 સપ્ટેમ્બર 2025ના રોજ
13 લાખ 67 હજાર 485 ખટલા સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જે પૈકી 8 લાખ 28 હજાર 556 ખટલામાં સમાધાન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 1626 કરોડના એવોર્ડ અપાયા હતા.
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ મદદ કરે છે. અકસ્માતના વળતર, દિવાની દાવાઓ, ચેક પરતની ફોજદારી તકરાર, દંડની શિક્ષાપાત્ર ગુના, દાંપત્ય જીવનની તકરાર, ઔધોગિક તકરરોના ખટલા લેવામાં આવ્યા હતા.
રાજ્યના 4 લાખ 25 હજાર 754 પ્રિ-લીટીગેશન કેસોમાં સમાધાન થયેલા હતા.
રૂ. 81 કરોડના એવોર્ડ દોરવામાં આવેલા હતા.
ઇ-ચલણના 3 લાખ 80 હજાર ખટલા પૂરા થયા જેનાથી રૂ. 25 કરોડ વસૂલી શકાયા હતા.
રાજ્યભરની અદાલતોમાં પડતર રહેલા દામ્પત્ય જીવનને લગતી 3471 તકરારમાં સમાધાન કર્યા હતા.
પળતર ખટલામાંથી 4 લાખ 3 હજાર લોક અદાલત તથા સ્પેશિયલ સિટીંગમાં ફેસલ કરવામાં આવ્યા હતા. જેમાં રૂ. 1545 કરોડની રકમનો એવોર્ડ દોરવામાં આવેલા હતા.
કન્સીલેશન વ્યવસ્થાના લાભના કારણે 10 વર્ષ જૂના 790 ખટલાનો નિવેડો આવ્યો હતો.
ગુજરાતની તમામ અદાલતોએ જૂના ખટલાને લક્ષ્ય ગણી તેનો નિકાલ કરવા ઝુંબેશ ચાલી રહી છે. જેમાં 5 હજાર 638 ખટલાનો લોક અદાલતમાં રજૂ કરાયા હતા.
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ એ. વાય. કોંગજે દ્વારા તમામ જિલ્લા તથા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળને તલસ્પર્શી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
2024
2024માં 4 લોક અદાલત દ્વારા 21 લાખ ખટલાનો નિકાલ કરાયો હતો. જેમાં રૂ. 5162 કરોડની રકમનું સેટલમેન્ટ કર્યું હતું.
2024ની છેલ્લી રાષ્ટ્રીય લોક અદાલતમાં 3.30 લાખ ખાટલામાંથી 2.46 લાખમાં સમાધાન કરાયા હતા.
રૂ. 1270 કરોડના એવોર્ડ દોરવામાં આવ્યા હતા.
વર્ષ 2024માં કેટલા કેસનો નિકાલ આવ્યો?
દામ્પત્ય જીવનને લગતી તકરારો 3304, રાજ્યમાં સૌથી વધુ કેસો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે અમદાવાદ સિટીમાં સેટલ થયા હતા.
મોટર વાહન અકસ્માતના એક કેસમાં મૃત્યુ પામનાર મૃતકના વારસોને વીમા કંપની તરફથી ત્રણ કરોડ રૂપિયાના દાવા સામે રૂ.1 કરોડ 60 લાખ કરોડની માતબર રકમનું વળતર ચૂકવ્યું હતું.આ જ પ્રકારે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વીમાકંપનીએ આવા જ એક મૃતકના વારસોને રૂ. 91 લાખનું ઉંચુ વળતર ચૂકવ્યું હતું. મેટ્રોપોલિટન કોર્ટમાં કુલ 15 હજાર 500 ખાટલામાંથી 11 હજાર 938 કેસનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્યના કુલ 3 લાખ 30 હજાર 655 પ્રી લીટીગેશન કેસોમાં પણ લોક અદાલત થકી સમાધાન થયું હતું.
ઇ-ચલણના કુલ 2 લાખ 85 હજાર 837 ખટલા પૂરા થતાં રૂપિયા 17.15 કરોડ વસૂલી શક્યા હતા.
10 વર્ષ જૂના 1296 કેસનો નિવેડો આવ્યો હતો.
2023
2023માં 6 લાખ 42 હજાર 150 ખટલાના નિકાલ સાથે રૂ. 157 કરોડના સમાધાન થયા હતા.
2022-2021 રાષ્ટ્રીય અદાલત
નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા 36 રાજ્યોમાં લોક અદાલત ભરાય છે. 2022માં એક જ દિવસમાં 40 લાખ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. 2,706 કરોડનું વળતર પણ આપવામાં આવ્યું હતું. 1.38 કરોડ કેસોમાંથી 1.10 કરોડ કેસ પ્રી-ટ્રાયલ સંબંધિત હતા. 28.34 લાખ કેસ અદાલતમાં પેન્ડિંગ હતા. NALSA ના નેજા હેઠળ છેલ્લી રાષ્ટ્રવ્યાપી લોક અદાલત 11 ડિસેમ્બર, 2021 ના રોજ યોજાઈ હતી. તે દિવસે 29 લાખથી વધુ કેસનું સમાધાન થયું હતું.
ઇતિહાસ
ગુજરાતમાં 11 ફેબ્રુઆરી 2023માં પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત ભરાય હતી. રાષ્ટ્રીય સ્તરની લોક અદાલતો એક જ દિવસે દેશભરમાં, સુપ્રીમ કોર્ટથી લઈને તાલુકા સ્તર સુધીની બધી અદાલતોમાં લોક અદાલતો યોજવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં કેસનો નિકાલ કરવામાં આવે છે.
2016
રાષ્ટ્રીય લોક અદાલત 12-11-2016ના રોજ તમામ પ્રકારના ખટલા માટે થઈ હતી. દેશમાં 51 લાખ 46 હજાર 084 ખટલા લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા. તેમાં મધ્ય પ્રદેશે 6 લાખ ખટલા ચલાવ્યા હતા. ગુજરાતમાં 34 હજાર 219 ચુકાદા આવ્યા હતા. મધ્ય પ્રદેશના 8 લાખ ખટલા હતા.