અભણ અમદાવાદ
અમદાવાદ 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા આગામી સત્રથી શહેરના તમામ 7 ઝોનમાં 7 મ્યુનિસિપલ શાળામાં ધોરણ 9 અને 10ના માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે. હવે, ઝોનમાં એક શાળા એવી હશે જેમાં ધોરણ 1થી 8ને બદલે 10 સુધીનું શિક્ષણ ફી લીધા વગર ભણાવવામાં આવશે.
ધોરણ 8 બાદ બાળકો શાળામાં ભણવાનું છોડી રહ્યાં છે. તેથી માર્ગ 2025થી આ નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ બોર્ડ ધોરણ 9 અને 10 ની સાત શાળાઓ શરૂ કરવાનો આયોજન કરી રહી છે.
રાજ્ય સ્કૂલ બોર્ડ તરફથી આ અંગે પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની 400 શાળા ધોરણ 1થી 8 સુધીની છે. હવે આ શાળાઓમાં ધોરણ 9 અને 10ના વર્ગો શરૂ કરવામાં આવશે. જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ વિના મૂલ્યે મળશે.
1થી 8 ધોરણ સુધી 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જયારે માત્ર ધોરણ 8માં 18 હજાર બાળકો અભ્યાસ કરે છે. ધોરણ 8 સુધીમાં 8 ટકા બાળકો શાળા છોડી દે છે.
સ્કૂલ બોર્ડ માઘ્યમિકના વર્ગો શરૂ કરવા જઇ રહી છે, જેનાથી વિદ્યાર્થીઓને ફી ભરીને અભ્યાસ કરવો નહીં પડે તેમજ પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધા વિનામૂલ્યે મળી રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ 2025-26 માટેનું રૂપિયા 1143 કરોડનું ડ્રાફ્ટ બજેટ હતું. મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટેબલ ખર્ચના રૂપિયા 808 કરોડ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન રૂપિયા 131 કરોડ આપે છે. 129 મ્યુનિસિપલ શાળાઓને આ સમય દરમિયાન સ્માર્ટ શાળા બનાવવામાં આવી છે.
મોંઘી ફી
નાગરિકોને મોંઘી ફી ભરવી પરવડતું નથી તેથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં 10 વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
ગુજરાત
ગુજરાતમાં ધોરણ 1થી 12 ધોરણ શાળા છોડી જનારા વિદ્યાર્થી વધી રહ્યા છે. 2024માં રાજ્યમાં 1 લાખ 50 હજાર બાળકોએ શાળામાં શિક્ષણ લેવાનું બંધ કર્યું હતું. પરિવાર આર્થિક સ્થિતિને લીધે બાળકો શાળા છોડવા મજબૂર બન્યા હતા. આવા બાળકોને શોધવા માટે રાજ્યવ્યાપી સરવે કરવાનો હતો. ગુજરાતમાં ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી.
રાજ્યના તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને સરકારે પરિપત્રમાં આદેશ આપ્યો હતો કે, ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકોના સર્વે કરી તેમની ઓળખ, નામાંકન કરે શાળામાં ફરીથી લાવવા. સર્વેમાં 6થી 19 વર્ષના શાળા બહારના બાળકોની એન્ટ્રી ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં ઓનલાઈન કરાશે.
2022માં 4 વર્ષમાં ગુજરાતમાં 11.3 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. 2020-21માં 2.85 લાખ, 2021-22માં 3.49 લાખ, 2022માં 2.24 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં ભણવા ગયા હતા.