24મી ફેબ્રુઆરીના દિવસે શ્રીદેવીના મૃત્યુના સમાચાર મળ્યા હતા, દરમિયાન, દુબઈના સત્તાવાળાઓએ શ્રીદેવીના મૃત્યુ સાથે સંબંધિત ભારતીય દસ્તાવેજો ભારતીય દૂતાવાસને આપ્યો છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટમા તેના શરીરમાં અાલ્કોહોલ મળી આવ્યો હતો.મૃત્યુ પછી બાથરૂમમાં શ્રીદેવી મળ્યા હતા.રિપોર્ટમા કહે છે કે કાર્ડિયાક એરેસ્ટ પછી શ્રીદેવી બાથરૂમમાં લપસી પડ્યા હતા જ્યા તેમનું નિધન થયુ હતુ.ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ગલ્ફ રિપોર્ટ અનુસાર શ્રીદેવીના મૃત શરીરમાંથી અાલ્કોહોલ મળી અાવ્યો હતો નશાની હાલતમાં લથડી પડતા બાથ ટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું નિધન થયુ હતુ.
શ્રીદેવીના પાર્થીવ શરીરને ‘ભાગ્ય બંગલા’ (વર્સોવા)માં પોતાના ઘરે લાવવામાં આવશે, આખા ઘરને સફેદ ફૂલોથી શણગારવામાં આવ્યુ છે.ખરેખર, શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ રવિવારે કરવામાં આવ્યું હતું, પરંતુ રિપોર્ટમાં વિલંબ થયો હતો.એટલે જ શ્રીદેવીનું મૃત્યુનું પ્રમાણપત્ર હજુ પણ બનાવવામાં મોડુ થયુ હતુ.અત્યાર સુધી શ્રીદેવીના પાર્થીવ શરીરને પોલીસ કસ્ટડીમાં રાખવામાં અાવ્યુ હતું.
જો કે હવે સત્તાવાર રીતે શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટને જાહેર કરવામાં અાવ્યો છે. ટૂંક સમયમાં શ્રીદેવીના પાર્થીવ શરીરને તેમના પરિવારને સોંપવામાં અાવશે. રાત્રીના 9 વાગ્યા સુધીમાં તેમનો મૃતદેહ ભારત અાવશે.
શ્રીદેવીના અાકસ્મીક મોતના કારણે અાશંકાઓ વ્યક્ત કરવામાં અાવી હતી. સાથે કેયલાક સમયથી ચર્ચામા હતુ કે તેમનું ફરીથી પોસ્ટમોર્ટમ કરવામાં અાવશે જો કે હવે અા વાત સ્પષ્ટ થઈ છે કે તેમનું પોસ્ટમોર્ટમ ફરીથી નહી કરવામાં અાવે.
શ્રીદેવીના નિવાસસ્થાને સમગ્ર બોલીવુડ ઉમટી પડ્યુ છે. તેમના અંતિમ દર્શન કરવા પ્રશંસકોની ભારે ભીડ લાગી છે.