કિંજલ દવેને રાહત: હાઇકોર્ટે ‘ચાર ચાર બંગડી’ ગીત પરથી પ્રતિબંધ હટાવ્યો
ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીત થકી જાણીતી થયેલી ગુજરાતી ગાયિકા કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટ રાહત આપ્યા છે. હાઇકોર્ટે કિંજલ દવેને જાહેર સ્ટેજ પરથી આ ગીત ગાવા પર સ્ટે હટાવ્યો છે. હવે નવરાત્રિમાં કિંજલ દવે આ ગીતને સ્ટેજ પર રજૂ કરી કરશે. નોંધનીય છે કે, કોપી રાઇટ ઍક્ટ હેઠળ કિંજલ દવેને ચાર ચાર બંગડી ગીત ગાવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
‘ચાર-ચાર બંગડીવાળી ગાડી’ ગીતના કોપી રાઇટ મામલે રેડ રિબન એન્ટરટેઇનમેન્ટ કંપનીએ ગાયિકા કિંજલ દવે પર અમદાવાદની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કંપનીએ દાવો કર્યો હતો કે, આ ગીતના કોપી રાઇટ હક કંપની પાસે છે. આ ગીતના કોપી રાઇટ ઑસ્ટ્રેલિયાના કાર્તિક પટેલ પાસેથી ખરીદ્યા છે. કોર્ટમાં કેસ દાખલ થયા બાદ 30મી જાન્યુઆરી 2024થી ગીર પર પરફોર્મન્સ કરવા પર સ્ટે મૂકાયો હતો.
ત્યારબાદ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારાયો હતો. હવે હાઇકોર્ટે 8 અઠવાડિયા સુધી ચાલતી અપીલના બાદ આ સ્ટે હટાવી લેવામાં આવ્યો છે. જેના કારણે કિંજલ દવે ફરીથી આ ગીત પર પરફોર્મ કરી શકે છે.