બોલિવુડની પ્રસિદ્ધ અભિનેત્રી શ્રીદેવીના મૃતદેહને હજી પણ મુંબઇમાં લાવી શકાયો નથી. કેટલીક અપૂર્ણ કાયદાકીય કાર્યવાહીને કારણે, શ્રીદેવીના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવ્યો નથી.શ્રીદેવીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ અાશ્ચર્યજનક વિગતો જાહેર કરવામાં આવી છે.પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, શ્રીદેવીનું મૃત્યુ બાથટબમાં ડૂબવાથી થયુ હતું.
શ્રીદેવીનુંમૃત્યુ એક આકસ્મિક હતું. તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો ન હતો.શ્રીદેવીના મૃત્યુના કિસ્સામાં, તેમના પતિ બોની કપૂરને દુબઈ પોલીસ અને સરકારી વકીલે ક્લિનચિટ આપી નથી.બોની કપૂરની ફરીથી સઘન પુછપરછ કરવામાં અાવશે.
શ્રીદેવીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ કહે છે કે શ્રીદેવી શનિવારે મોડી રાતે નશામાં હતા.બાથરૂમમાં ફ્રેશ થતી વખતે તેમનું સંતુલન બગડ્યું અને તે સીધા બાથટબમાં પડયા.બેભાન થઈ જવાના કારણે તે બાથટબમાં ડૂબી ગયા.જેનાથી તેમનું નિધન થયુ.શ્રીદેવીના બ્લડ સેમ્પલ્સમાં પણ ઘણી બધી માત્રામાં અાલ્કોહોલ સામગ્રી મળી અાવી છે.