બે પૂર્વોત્તર રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન સવારે સાત કલાકથી મજબૂત સુરક્ષા વચે ચાલી રહ્યું છે.બે રાજ્યોમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી ચાલશે.નાગાલેન્ડના દૂરના જિલ્લાઓમાં કેટલાક મતદાન મથકો ખાતે મતદાન ત્રણ વાગ્યે સમાપ્ત થશે.
બન્ને રાજ્યોમાં 60-60-સભ્યની વિધાનસભાની બેઠક યોજાય છે, પરંતુ બન્ને રાજ્યો માટે, 59 બેઠકો માટે મતદાન કરવામાં આવશે.18મી મેના રોજ મેઘાલયમાં પૂર્વ ગારો હિલ્સ જિલ્લામાં આઈઈડી વિસ્ફોટમાં એનસીપીના ઉમેદવાર જોનાથન એન. સંગમાના મૃત્યુના કારણે વિલિયમનગરની બેઠક પરની ચૂંટણી રદ કરવામાં આવી છે.બંને રાજ્યો અને ત્રિપુરા વિધાનસભા ચૂંટણીઓનાં પરિણામ 3 માર્ચના રોજ જાહેર કરવામાં આવશે.
મેઘાલયમાં 10 વાગ્યા સુધીમાં 22 ટકા નાગાલેન્ડમાં 17 ટકા મતદાન થયુ છે.નાગાલેન્ડ વિધાનસભા ચૂંટણી દરમિયાન હિંસા શરૂ થઇ ગઈ છે.નાગાલેન્ડના સીટ ટાઉન એસેમ્બલી વિસ્તારમાં મતદાન મથકમાં વિસ્ફોટ થયો છે.