બાળક નજર સામેથી દૂર થાય તો મા-બાપ બે બાકળાં બની જાય, દોડાદોડી કરી મૂકે અને ચૌંધાર અાંસુઅોનાે અાંખોમાંથી દરિયો વહેવા લાગે. અાપણે જાણીઅે છીઅે કે અેક સમયે બાળક ગુમ થયું તો તેને શોધવા માટે અાપણી પાસે સિસ્ટમમાં ઘણા ચેડાં છે. બાળક અે અાપણો જીવ છે. તેને કઇંપણ થાય તો અાપણે ઉંચાનીચા થઈ જઈઅે છે. ચાઇલ્ડ ટ્રાફિંકીંગ અે ભારતની સૌથી મોટી ગુનાખોરી છે. ભીખ માગવા માટે મોટાપાયે બાળકોનો ઉપયોગ થાય છે. બાળક ગુમ થયા બાદ 60 ટકા કેસમાં પોલીસને નિષ્ફળતા મળે છે. જેના માટે અાપણે ચિંતિત હોઈઅે છીઅે. સ્કૂલો બહાર અાજે પણ ટાઈટ સિક્યોરિટી અેટલા માટે જ છે. અામ છતાં બાળકો ગુમ થવાનો અાંક ઘણો મોટો છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4,803 બાળકો ગુમ થયા હોવાનો સરકારી અહેવાલ છે. સૌથી વધુ બાળકો રાજ્યના 4 મહાનગરોમાંથી ગાયબ થયા છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાંથી 3,042 બાળકો ગુમ થયા છે.
ખોયાપાયા નામનું પોર્ટલ ગુમ બાળકોની શોધખોળ માટે લોન્ચ કરાયું છે. જે અંગે હજુ ઘણા અજાણ છે. બાળ સુરક્ષાના કાયદાઓ અને જોગવાઇ તથા ચાઇલ્ડ કેર હોમ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સીસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ સીસ્ટમની શરૂઆત સૌ પ્રથમ વેસ્ટ બંગાળથી શરૂ થઇ હતી. રાજ્યના ગૃહ વિભાગના સંકલનમાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી દેશના ખોવાયેલ બાળકોનો અદ્યતન ડેટા ડે ટુ ડે અપડેશન કરી જોઇ શકાય છે. ખાસ કરીને ખોવાયેલ બાળકો માટે ‘ખોયા પાયા’ પોર્ટલથી મળી આવેલ બાળકોના માતાપિતા શોધવામાં વધુ સરળતા ઉપલબ્ધ થઇ છે. ગુજરાતમાં કુલ ૧૨૫ જેટલા ચાઇલ્ડ કેર હોમ કાર્યરત છે જેમાં અંદાજે ૫૪૦૦ જેટલા બાળકો રહે છે. ચાઇલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ ડેવલપ કરવાથી દેશના તમામ રાજયો સાથે બાળકોના ડેટાની માહિતીનું આદાન-પ્રદાન સહેલાઇથી થઇ શકે છે. આ ઉપરાંત એન્ટી હ્મુમન ટ્રેકિંગ યુનિટની કામગીરી હાથ ધરી છે. સીટીએસ દ્વારા ગુજરાતમાં મળી આવેલ બાળકો અને તેમાં કેટલા સારસંભાળવાળા છે તે જાણી શકાય છે.