અમદાવાદ કોર્પોરેશનની અનોખી પહેલ, દબાણ હટાવવા રિટાયર્ડ અાર્મીના માણસો રખાશે. મોટા પ્રમાણમાં ટૂંક સમયમાં ભરતીની કામગીરી હાથ ધરાશે. અમદાવાદમાં દબાણની વધતી સમસ્યા ઉકેલવા કોર્પોરેશને અાજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અા મુદા પર ગહન ચર્ચા કરી હતી.
અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારોમાં દબાણનું પ્રમાણ વધી રહ્યુ છે કોર્પોરેશન માટે દબાણ હટાવવાની કામગીરી જાણે કે માથાનો દુખાવો બની ગઈ છે ત્યારે અાજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અા મુદા પર ગહન ચર્ચા કરવામાં અાવી હતી અને હવે રિટાયર્ડ અાર્મીના માણસો અા ઝૂંબેશમાં જોડાશે. પશ્ચિમ વિસ્તારો જેવાકે જમાલપુર બ્રિજ જેવી જગ્યા પરથી અા ટીમ દબાણ દૂર કરવા મદદ કરશે.