ભૂતપૂર્વ ગૃહ અને નાણાં પ્રધાન પી. ચિદમ્બરમના પુત્ર કીર્તિ ચિદમ્બરમની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તેમને બુધવારે સવારે ચેન્નઈ એરપોર્ટ પરથી સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.હાલમાં, તેમને દિલ્હી લાવવામાં આવ્યો છે.કીર્તિ ચિદમ્બરમના વકીલોએ તેમની ધરપકડની પુષ્ટિ કરી છે.
કીર્તિ લંડનથી ભારત પરત ફરી રહ્યા હતા, સીબીઆઈએ ચેન્નઈ એરપોર્ટ પર જ તેની ધરપકડ કરી હતી.સીબીઆઇએ કીર્તિની પૂછપરછ શરૂ કરી દીધી છે.INX મીડિયા કેસના કિસ્સામાં પી. ચિદમ્બરમના પુત્ર કીર્તિ ચિદમ્બરમની આ ધરપકડ થઇ છે.અાપને જણાવીએ કે કીર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ ઈડી દ્વારા મની લોન્ડરિંગની પણ તપાસ કરી રહી છે.અગાઉ, 19 જાન્યુઆરીના રોજ, ઇડીએ કીર્તિ ચિદમ્બરમની 11 કલાક પૂછપરછ કરી હતી.ઈડીએ મે 2017 માં કાર્તિક અને અન્ય લોકો સામે કેસ દાખલ કર્યો હતો.