રાત્રે ઊંઘ નથી આવતી? ડોક્ટરે જણાવ્યા 6 ફૂડ્સ, ખાવાથી તરત મળશે રાહત
જો તમે પણ રાત્રે પથારીમાં પડખાં ફેરવતા રહો છો અને ઊંઘ નથી આવતી, તો આ સમસ્યા અનિદ્રા (Insomnia) નું લક્ષણ હોઈ શકે છે. પૂરતી ઊંઘ ન મળે તો આખો દિવસ બગડી જાય છે – થાક, ચીડિયાપણું અને કામમાં મન ન લાગવું સામાન્ય બની જાય છે. આવા સંજોગોમાં શરીર અને મગજને પૂરતો આરામ મળે તે જરૂરી છે. ફિઝિશિયન ડૉ. શાલિની સિંહ સાલુંકેએ કેટલાક એવા ફૂડ્સ જણાવ્યા છે જે રાત્રે સૂતા પહેલાં ખાવાથી સારી અને ગાઢ ઊંઘ આવવામાં મદદ મળે છે.
સારી ઊંઘ માટે ખાવાલાયક ફૂડ્સ
- કેળું: આમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે જે સ્નાયુઓ અને મગજને આરામ આપે છે. તેનાથી ઊંઘ ઝડપથી આવે છે.
- ચેરી: આ ફળ શરીરમાં કુદરતી મેલાટોનિન (sleep hormone) વધારે છે, જેનાથી ઊંઘ ગાઢ અને લાંબા સમય સુધી આવે છે.
- ઓટ્સ: તેમાં રહેલા કોમ્પ્લેક્સ કાર્બ્સ સેરોટોનિન વધારે છે અને કોર્ટિસોલ (stress hormone) ઘટાડવામાં મદદ કરે છે.
- કીવી: તેમાં રહેલા તત્વો મેલાટોનિન વધારે છે અને તણાવ ઓછો કરીને ઊંઘ લાવવામાં મદદ કરે છે.
- બદામ: મેગ્નેશિયમથી ભરપૂર બદામ રાત્રે નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે શરીરને આરામ આપીને ઊંઘને ગાઢ બનાવે છે.
- ગરમ દૂધ: આમાં ટ્રિપ્ટોફેન અને મેલાટોનિન હોય છે, જે કોર્ટિસોલ ઘટાડીને શરીરને શાંતિ આપે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે.
ઊંઘ સુધારવા માટેની સરળ ટિપ્સ
- રૂમને સંપૂર્ણપણે અંધારું અને શાંત રાખો.
- સૂવાના 1-2 કલાક પહેલાં મોબાઈલ, ટીવી કે લેપટોપ જેવા ડિજિટલ ડિવાઇસથી દૂર રહો.
- કેફીનવાળા પીણાં (ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ) ટાળો.
- દિવસ દરમિયાન વારંવાર ઝપકી લેવાનું ટાળો, નહીંતર રાત્રે ઊંઘ નહીં આવે.