અમદાવાદ AMCની લખુડી તલાવડી આવાસ યોજનાના કૌભાંડનો મામલો. AMC સામાન્ય સભામાં વિપક્ષે ઉઠાવ્યો મુદ્દો. એકજ પરિવારના કેટલાય સભ્યોને આવાસ મળ્યા હોવાના વિપક્ષના આરોપ, પૂર્વ મેયર અમિત શાહે વિપક્ષની વાતને સમર્થન આપ્યું.
વાસણા વિસ્તારમાંની આવાસ યોજનામાં પણ ગેરરીતિ થઈ રહી હોવાની કહી વાત.ભાજપ અને કોંગ્રેસના સભ્યોએ એક થઇને AMC તંત્રની કરી ગંભીર ટીકા, અનેક રજુઆત બાદ પણ અધિકારીઓ પગલાં ન લેતા હોવાનો આરોપ.
અમદાવાદ AMC ની લખુડી તલાવડી આવાસ યોજનાના કૌભાંડનો મામલો અાજે ફરી એકવાર સામાન્ય સભામાં ગુંજ્યો હતો. વિપક્ષે અા મમલાને ચગાવ્યો હતો તેમજ અા મામલાને પૂર્વ મેયર અમિત શાહે વિપક્ષની વાતને સમર્થન આપ્યું હતુ.