શહેરમાં ધીરે-ધીરે ગરમીનું પ્રમાણ વધ્યુ છે.. જેની અસર આજે શહેરની વી.એસ.હોસ્પીટલ સામે આવેલા એ.ટી.એમ. પર જોવા મળી.આજે બપોરે એકા-એક ખાનગી બેંકના એ.ટી.એમ. ના એ.સી.માં બ્લાસ્ટ થયો હતો.જે રીતે શહેરમાં ગરમીનુ પ્રમાણ વધ્યુ..છે.. તેને લઇને એ.સી.માં કુલીંગમાં ફરક પડતા બ્લાસ્ટ થયો છે.
જો કે તાત્કાલીક આ ઘટના અંગે ફાયરબ્રીગેડને જાણ કરતા જ ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોચીંને આગ બુઝાવી દિધી હતી.. એ.ટી.એમ.મા બ્લાસ્ટની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.. પરંતુ શહેર ફાયર બ્રીગેડના એડી.ચીફ ફાયર ઓફીસર રાજેશ બ્રહ્મભટ્ટના જણાવ્યા પ્રમાણે શહેરમાં ચાલતા ખાનગી બેંકોના એ.ટી.એમ.મા રેગ્યુલર કોઇ પણ પ્રકારની સર્વિસ થતી ન હોવાના કારણે, અને ધીરે-ધીરે હવે ગરમીનુ પ્રમાણ વધતા, એ.ટી.એમ.ના એ.સી.ના કોમ્પ્રેસર પર અસર થવાથી આ પ્રકારે બ્લાસ્ટ ની ઘટનાઓ બને છે.. સદ્ નસીબે આ એ.ટી.એમ.મા કોઇ વ્યક્તિ હાજર ન હતી.. જેના પગલે કોઇ જાનહાનિ થઇ નથી.. આગામી સમયમાં ગરમીનુ પ્રમાણ વધશે.. તે સમયે એ.સી. વાપરનાર વ્યક્તિએ ધ્યાન રાખવુ જરૂરી બને છે..