અમદાવાદ શહેરમાં ગુંડાઓ રાજ કરી રહ્યા છે તેવુ આ ઘટના પરથી લાગી રહ્યુ છે. અંકુર ચાર રસ્તાથી ઘાટલોડીયા જતા રસ્તા ઉપર ઓનેસ્ટ રેસ્ટોરન્ટ નજીકનો આ બનાવ છે, ઇનોવા કારમાં આવેલા ગુંડાઓએ જાહેરમાં એક યુવકને ઢોર માર માર્યો હતો. જે સમગ્ર ઘટના ઓનેસ્ટ હોટેલના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.