બેંગલોર સ્થિત રહેતી 42 વર્ષિય શારદાના(નામ બદલ્યું છે) ગર્ભાશયમાં આઠ માસના બાળક જેટલી મોટી ગાંઠ ચાર વર્ષથી હતી. શારદાએ બેંગલોર ખાતે ઘણા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર પાસે માર્ગદર્શન લીધી હતું. શારદાના જણાવ્યા અનુસાર, ડૉક્ટર્સે તેને કહ્યું હતું કે તમારી ગાંઠ સાદી છે. તેથી ઓપરેશન કરાવવાની જરૂર નથી. ગાંઠ ઓગળી જશે. ચાર વર્ષ સુધી લગભગ સાતથી વધુ ડોક્ટરો પાસે શારદાએ કન્સલ્ટન્સી લીધી હતી.
બે મહિલાઓના ગર્ભાશયના ઓપરેશન, ત્રણ કિલો અને બે કિલોની ગાંઠ કઢાઇ
આખરે વડોદરાના ડૉ. શ્વેતા શાહનો રેફરન્સ મળતા શારદા તેના પતિ સાથે વડોદરા આવી હતી. 42 વર્ષની ઉંમરે તેણે હાઇ બ્લડ પ્રેશન અને ડાયાબીટીસની સમસ્યા હતી. ડૉ. શ્વેતા શાહે જણાવ્યું હતું કે, ગાંઠ સાદી હતી. પરંતુ 2 કિલો વજન હોવાથી તે ગર્ભાશયમાં હવે ઓગળી જશે કે કોઇ લેઝર ટ્રીટમેન્ટ આપી શકાય તેમ શક્ય નહોતું. આખરે ઓપરેશન એક માર્ગ હતો. તેથી ગત સોમવારે શારદાનું હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. હાઇ બીપી અને ડાયાબીટીસ હોવા છતાં ઓપરેશનમાં કોઇ સમસ્યા સર્જાઇ નહોતી.