- જામનગર જિલ્લામાં ચેકીંગ દરમિયાન 17.77 લાખની વીજચોરી ઝડપાઇ, જામનગરમાં ગરમ પાણીની ડોલમાં પડી જતા બાળકીનું મોત
- રાજકોટ પોલીસ આત્મવિલોપનની ચીમકીથી પરેશાન, પોલીસને છેલ્લા 24 કલાકમાં આત્મવિલોપનની ચીમકીના આવ્યા 8 ફોન, ગઈ કાલે આવ્યા હતા આત્મવિલોપનના 6 કોલ, આજે વહેલી સવારે આવ્યા હતા વધુ બે કોલ, બે દિવસથી રાજકોટની અગલ- અલગ ઓફીસ બહાર પોલીસ સ્ટાફ, 108 અને અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડેપગે
- રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો સપાટો, શહેરમાં ખજૂર અને દલિયાની દુકાનોમાં ચેકીંગ હાથ ધરાયુ, 255 કિલો બિન આરોગ્યપ્રદ ખજૂરના જથ્થાનો કર્યો નાશ, હોળીના તહેવાર નિમિતે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ખજૂરના વેપારીઓ પર ફૂડ વિભાગની તવાઈ
- રાજકોટ ખાનગી શાળા સંચાલકો દ્વારા કરણસિંહજી હાઇસ્કુલ ખાતે નોંધાવ્યો વિરોધ, ધોરણ 10 અને 12 ના 60હજાર જેટલા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ નહીં લેવા શાળા સંચાલકો નો નિર્ણય, જે વિદ્યાર્થીઓ એ શાળાની ફી ન ભરી હોય તેવા વિદ્યાર્થીને હોલ ટિકિટ આપવાના શિક્ષણમંત્રી ના નિવેદન ને લઇ વિરોધ, રાજકોટની 450 જેટલી શાળાના સંચાલકો એ ગાંધી ચીંધ્યા માર્ગે નોંધાવ્યો વિરોધ, રાજકોટ ના અંદાજિત 2000 જેટલા વિદ્યાર્થીઓ ની 6 કરોડ જેટલી ફી વસુલવાની છે બાકી
- અમદાવાદમાં પિતાએ પુત્રી પર આચર્યુ દુષ્કર્મ, મેઘાણીનગરમાં પિતાએ પુત્રી પર આચર્યુ દુષ્કર્મ, 6 વર્ષથી પિતા દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ, નરાધમ પિતાની પોલીસે કરી ધરપકડ, મેઘાણીનગર પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી
- ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ, રણછોડજીને સોનાની પિચકારી અર્પણ કરાઇ: ડાકોરમાં આજે ફાગણી પૂનમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હોળીના પર્વ પર ડાકોરના દર્શન કરવાનું પણ એક મહત્વ છે. ડાકોરના ઠાકોરના દર્શનાર્થે માનવ મહેરામણ ઉમટયું છે.
- અશોખા રાજે સ્કૂલમાં ઈકો ફ્રન્ડલી ધુળેટી, વડોદરામાં બાળકોએ માત્ર ફુલોથી કરી ધૂળેટી, પર્યાવરણ પ્રત્યે જાગૃત્તી આવે તે માટેનો પ્રયાસ
- શિવસેના BJP વચ્ચે ભંગાણના એંધાણ, NCP સાથે થઇ શકે છે જોડાણ : અમિત શાહના ઘરે અડધી રાતે મળી બેઠક
- ભાવનગર ચેક બાઉન્સ મુદ્દે ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીની અટકાયત માટે મહારાષ્ટ્ર પોલિસ બેલેબલ વોરન્ટ લઇ આવી ભાવનગર,એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીતુ વાઘાણીને મળ્યા જામીન
- અમદાવાદ: આજથી 9 કલાક રન-વે બંધ રહેશે, 35 ફ્લાઇટ ઓપરેટ નહીં થાય