પુણે શહેરમાં કોયટા ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના ભારતીય વિદ્યાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં બે યુવકો હાથમાં ધારદાર હથિયાર (કોયટા) લઈને આતંક ફેલાવતા જોવા મળે છે. બંને બદમાશોએ હાથમાં હથિયારો સાથે રસ્તા પર ઉભેલા અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, તેમજ રસ્તા પરથી પસાર થતા લોકોને હેરાન કર્યા હતા.
28 ડિસેમ્બરના રોજ સિંહગઢ લો કોલેજ રોડ પર છરી અને તીક્ષ્ણ હથિયારોથી સજ્જ બે યુવકો દુકાનોમાં ઘૂસી ગયા હતા અને લોકોને ધમકીઓ આપીને ઘાયલ કર્યા હતા. આ સાથે બદમાશોએ તિક્ષ્ણ હથિયાર બતાવીને રસ્તા પર ચાલતા લોકોને પણ ડરાવ્યા હતા.
હુમલામાં એક રાહદારી ઘાયલ
કોયટા ગેંગના આતંકની આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ પણ થયો છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં પોલીસે બંને બદમાશોની શોધખોળ હાથ ધરી છે. પરંતુ એક બદમાશ ભાગી જવામાં સફળ રહ્યો હતો, જ્યારે પોલીસે બીજા વ્યક્તિને સિંઘમ સ્ટાઈલમાં પાઠ ભણાવ્યો હતો અને તેની ધરપકડ કરી હતી.
આ બદમાશ સગીર છે. સાથે જ અન્ય આરોપીનું નામ કરણ દલવી જણાવવામાં આવી રહ્યું છે. આ મામલે ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
કોયટા ગેંગનો આતંક સતત વધી રહ્યો છે
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી પુણેમાં કોયટા ગેંગનો ડર સતત વધી રહ્યો છે. શરૂઆતમાં હડપસર વિસ્તારમાં કોયટા ગેંગનો આતંક હતો. પરંતુ હવે આ ટોળકીએ શહેર અને આસપાસના ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે. તેના વીડિયો પણ સામે આવ્યા છે.