ભારતીય મહિલા ટી-20 ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે આજે પંજાબ પોલીસ DSPનું પદ સંભાળ્યુ છે. આ અવસરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, DGP સુરેશ અરોડા હાજર રહ્યા. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે હરમનપ્રીત કોરની વર્દી પર સ્ટાર લગાવ્યા. મહિલા વર્લ્ડ કપ 2017માં શાનદાર પ્રદર્શન બાદ ગત વર્ષે જુલાઈમાં હરમનપ્રીતને DSP પદની રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ ભારતીય રેલ્વેએ હરમનપ્રીતને તેમના પદમાંથી મુક્ત કરી દીધા છે. કેમ કે આ ખેલાડી પંજાબ પોલીસમાં જોડાવા માંગતા હતા.
અાપને જણાવી દઈએ કે એક સમયે પંજાબ પોલીસે હરમનપ્રીતને નોકરી આપવાની મનાઈ કરી હતી.