છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં માઓવાદીઓ દ્વારા પોલીસ બાતમીદાર હોવાની શંકામાં 25 વર્ષીય યુવકની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. રવિવારે આ અંગે માહિતી આપતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે નક્સલવાદીઓએ હત્યાની જવાબદારી લીધી છે.
પોલીસ અધિક્ષક અંજનેય વર્શ્નેએ જણાવ્યું હતું કે સંજય તાતી નામના યુવકનું શનિવારે રાત્રે ટેરમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુરસાપાડા ગામમાં તેના ઘરેથી અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેનો મૃતદેહ રસ્તાના કિનારેથી મળી આવ્યો હતો.
તેમણે કહ્યું કે નક્સલવાદીઓની જગરગુંડા એરિયા કમિટીએ હત્યાની જવાબદારી લીધી છે અને તાતી પર પોલીસ બાતમીદાર હોવાનો આરોપ મૂકતું પેમ્ફલેટ બહાર પાડ્યું છે.
પોલીસ અધિક્ષકે કહ્યું કે આ ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે અને આરોપીઓને પકડવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.