પૂર્વોત્તર ભારતના ત્રણ રાજ્યો-ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના 857 ઉમેદવારોના ભાગ્ય અંગે આજે ત્રીજી માર્ચે ફેંસલો થનાર છે. ત્રણેય રાજ્યોમાં ચૂંટણી પરિમાણની જાહેરાત થનાર છે ત્રિપુરામાં 18 ફેબ્રુઆરી, મેઘલાય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. જ્યારે આજે કડક સુરક્ષા વચ્ચે સવારે આઠ વાગે ત્રણે રાજ્યોની મતગણતરીનો આરંભ થશે.
ત્રિપુરા ચૂંટણીમાં 91 ટકા મતદાન થયું હતું. મેઘાલય તથા નાગાલેન્ડમાં અનુક્રમે 67 ટકા અને 75 ટકા મતદાન નોંધાયું હતું. 60 સભ્યો ધરાવતી નાગાલેન્ડ વિધાનસભાની 59 બેઠકો માટે 193 ઉમેદવારો તથા ત્રિપુરાની વિધાનસભાની 60 બેઠકો માટે 292 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
મેઘાલયમાં વિધાનસભાની 60 બેઠકો માટે કુલ 372 ઉમેદવારો ચૂંટણી ભાગ્ય અજમાવી રહ્યા છે. રાજ્યમાં કોંગ્રેસે 59, એનપીપીએ 52, ભાજપએ 47, પીપલ ડેમોક્રેટિક પાર્ટીએ 13 અને અન્ય પક્ષોએ પણ ચૂંટણી માટે તેમના ઉમેદવારો ઊભા રાખ્યા હતાં.