માતા બનવું અે દરેક સ્ત્રીનું અેક સ્વપ્ન હોય છે. માતા બન્યા પછી સ્ત્રીની અાસપાસની દુનિયા માત્ર અને માત્ર તેનું સંતાન જ હોય છે. સુંદરતાની પ્રતિમા શ્રીદેવી સફળતાની સાથે સાથે સબંધો જાળવવામાં પણ અેટલા જ જાણીતા છે. થોડા સમય પહેલા શ્રી દેવીઅે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા ત્યારે સૌ કાઈ શોકમાં ડૂબી ગયા હતા.
શ્રીદેવી તેની બંને પુત્રીઓને ખુબજ પ્રેમ કરતા હતા. થોડા સમય પહેલાં જ જાન્હવીએ અેક પત્રમાં અા વાત સ્વીકારી હતી. અા પત્ર વાયરલ થયા બાદ બોલીવુડની સફળ અભિનેત્રી સુસ્મીતા સેને ખુબજ ભાવુક થઈને અા પત્ર લખ્યો છે. સુસ્મીતા પણ બે પુત્રીઓની માતા છે અાથી તે અા સંબંધોવીશે સારી રીતે જાણી શકે છે.
સુસ્મીતા સેને અા પત્ર જ્યારે શ્રીદેવીની અંતિમ વિદાય યોજાઈ ત્યારે લખ્યો છે. સુસ્મીતા કહે છે કે જે મક્કમતા મે શ્રીદેવીમાં જોઈ એ જ તાકાત અને જવાબદારી મે તેમની બન્ને પુત્રીઓમાં નીહાળી. એક માતા તરીકે શ્રીદેવી જરૂરથી ગર્વ લઈ શકે તેવો તેમનો ઉછેર છે.શ્રીદેવીની સૌથી મોટી પુત્રી જાન્હવી 21 વર્ષની છે, અને ફિલ્મ ‘ધડક’થી બૉલીવુડમાં અેન્ટ્રી કરી રહી છે.આ ફિલ્મ જુલાઇમાં આ વર્ષે રિલીઝ કરવામાં આવશે.ખુશી હાલ માત્ર 17 વર્ષની છે.જાન્હવીની પ્રથમ ફિલ્મ રિલિઝ થાય એ પહેલા જ શ્રીદેવીએ અા દુનિયા છોડી દીધી અને અેક માતાનું સ્વપ્ન અધુરુ રહી ગયુ.