પાકિસ્તાની સેન્સર બોર્ડે અનુષ્કા શર્માની તાજેતરની હોરર ફિલ્મ ‘પરી’ પર પ્રતિબંધ મૂક્યો છે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સેન્સર્સ (પાકિસ્તાન) મુજબ, કાળા જાદુ, બિન-ઇસ્લામિક માન્યતાઓ અને મુસ્લિમ વિરોધી સંવાદો ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે,અાથી અા ફિલ્મ પાકિસ્તાનમાં રિલિઝ નહી થાય.
ઇસ્લામમાં જાદુ વિશે અલગ વિચારધારાઓ છે.આ ફિલ્મ કાળા જાદુ અને વિચારોને પ્રોત્સાહન આપે છે જે ઇસ્લામ ધર્મની વિરુદ્ધ છે. સીબીએફસીના સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડના કોઈ સભ્ય કોઈપણ કેટેગરીને પ્રમાણપત્ર આપવા તૈયાર ન હતા તેથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.જો કે, પંજાબ ફિલ્મ સેન્સર બોર્ડ (પીએફસી) એ પહેલેથી જ ‘ ‘પરી’ ને હરી ઝંડી આપી દીધી છે.