ટુ-વ્હીલર EV નિર્માતા ઓલા ઇલેક્ટ્રિકે ડિસેમ્બર 2022 મહિનામાં 25,000 ઈલેક્ટ્રિક સ્કૂટર વેચ્યા છે. ઓલા ઈલેક્ટ્રીક દાવો કરે છે કે ગયા મહિને (ડિસેમ્બર 2022), ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં તેનો બજારહિસ્સો 30 ટકા હતો. Ola Electric ના સ્થાપક અને CEO ભાવિશ અગ્રવાલે ટ્વીટ કર્યું, “યાદ રાખવા જેવું ડિસેમ્બર! અમે 25000 સ્કૂટર વેચ્યા અને અમારો બજાર હિસ્સો 30% સુધી વધાર્યો. ભારતની EV ક્રાંતિ ખરેખર શરૂ થઈ ગઈ છે! 2023 તેનાથી પણ મોટું હશે!”
ઓલા ઇલેક્ટ્રિકનો પોર્ટફોલિયો
A December to Remember! We sold 25000 scooters & grew our market share to 30%. India’s EV revolution has truly taken off! 2023 will be even bigger. Onwards and upwards. #EndIceAge pic.twitter.com/jatIjLNyrc
— Bhavish Aggarwal (@bhash) January 2, 2023
કંપની પાસે S1 Air, S1 અને S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર છે. S1 એર 2.5 kWh બેટરી પેક, S1 3 kWh બેટરી પેક અને S1 Pro 4 kWh બેટરી પેક પેક કરે છે. કંપનીનો દાવો છે કે તે અનુક્રમે 101KM, 141KM અને 181KM સુધીની રેન્જ આપી શકે છે. Ola S1 Airની કિંમત 84,999 રૂપિયા છે અને S1 અને S1 Proની કિંમત અનુક્રમે રૂપિયા 99,999 અને રૂપિયા 1.40 લાખ (એક્સ-શોરૂમ) છે. કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ લેટેસ્ટ સ્કૂટર S1 Air છે.
ઓલા ઇલેક્ટ્રિક આયોજન
ઓલા ઈલેક્ટ્રિક ભવિષ્ય માટે તૈયારી કરી રહી છે. કંપનીએ ઇ-મોટરસાઇકલ અને ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપની આગામી વર્ષોમાં અનેક ઉત્પાદનો રજૂ કરવાની યોજના ધરાવે છે. 2023 અને 2024માં કંપની નવું સ્કૂટર, નવી મોટરસાઇકલ અને કાર લૉન્ચ કરી શકે છે. કંપનીનું કહેવું છે કે તે 2024માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. 2027 સુધીમાં, તેનું લક્ષ્ય છ અલગ-અલગ ઉત્પાદનો બજારમાં લાવવાનું છે.