પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીમાં ભાજપે ત્રિપુરામાં જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે આજે મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. જેમાં ત્રિપુરામાં ભાજપ ગઠબંધન સાથે 42 સીટો પર આગળ છે. અને લેફ્ટ 17 સીટો પર.
નોંધનીય છે કે આ ચૂંટણી 59 બેઠકો માટે થઇ રહી છે. અને ત્રિપુરામાં ભાજપે બહુમત બનાવી સરકાર રચી શકે તેટલી બેઠકો મેળવી લીધી છે. આમ આવનારા સમયમાં ત્રણ પૂર્વોત્તર રાજ્યો મેધાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાંથી ત્રિપુરામાં ભાજપની નવી સરકાર લાંબા સમય પછી બનશે તે વાત નક્કી છે.
આમ જોવા જઇએ તો ત્રિપુરાની ચૂંટણી ભાજપ માટે અનેક રીતે મહત્વપૂર્ણ સાબિત થઇ છે. વળી મેધાલય અને નાગાલેન્ડમાં પણ ભાજપે પહેલાની વિધાનસભાના પરિણામો કરતા સારું પ્રદર્શન કર્યું છે.નોંધનીય છે કે પહેલી વાર ભાજપ લેફ્ટને તેના જ રાજ્યોમાં હરાવવામાં સફળ રહી છે. જે ખૂબ જ મોટી વાત કહેવાય.