વર્ષ ૨૦૧૭માં વિવાદોમાં રહેલ કોમેડિયન કપિલ શર્મા ટૂંક સમયમાં સોની ટીવી પર પરત ફરી રહ્યો છે. કોમેડિયન કપિલ શર્માના શોનો પ્રોમો લોન્ચ થઇ ગયો છે. તેની સાથે કપિલ શર્માએ તેમના ફેંસ માટે એક નવી વેનિટીના ફોટોઝ શેર કર્યા છે. કપિલ શર્માની વેનિટીના ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલ છે. આ વેનિટીને દિલીપ છાબડિયાએ ડિઝાઈન કરી છે. તેનો લૂક વધારે લકઝ્યુરિયસ છે.
ઉલ્લેખનીય છે કે, કોમેડી કિંગ કપિલ શર્માને છેલ્લા કેટલાક દિવસથી તેમના ફેંસ વધારે યાદ કરી રહ્યા છે. તેવામાં કપિલ શર્મા ફરીથી ટીવી પર વાપસી કરી રહ્યા છે અને હવે તેમના શો નો નવો પ્રોમો પણ સામે આવી ગયો છે. પોતાના આ નવા શોના પ્રોમોમાં કપિલ શર્મા તે અંદાજમાં કોમેડી અને મસ્તી કરતા નજર આવી રહ્યા છે. પ્રોમોમાં એક ઓટો ડ્રાઈવર કપિલને જ્યારે સોની ચેનલ લઇ જવા માટે ઇનકાર કરે છે તો કપિલ શર્મા તેને પોતાના મજેદાર અંદાજમાં બાબાજી કા ઠુલ્લું બતાવી દે છે.
કપિલ શર્મા નવા શો ‘ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા’ ની સાથે કમબેક કરવા જઈ રહ્યા છે. નવા શોમાં કપિલની સાથે તેમની જૂની ટીમમાંથી કોણ-કોણ નજર આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. બીજી તરફ, કોમેડી કિંગના પ્રતિસ્પર્ધી કૃષ્ણા અભિષેકે કહ્યું કે, જો કપિલ શર્મા તેને બોલાવશે તો તેઓ જરૂર નવા શોનો ભાગ બનશે. એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે કહ્યું કે, હું કપિલ શર્મા માટે ખુશ છુ અને તેમના નવા શોની રાહ જોઈ રહ્યો છુ. કપિલના શોમાં કામ કરવા પર કૃષ્ણાએ કહ્યું કે, મને તેમની સાથે કામ કરવામાં ખુશી મળશે.