વલસાડ શહેરમાં પાણીના કાપ મુદ્દે પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખનું સત્ય ડે ન્યુઝ દ્રારા એક્સલુસીવ ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યુ હતુ. વિરોધ પક્ષ દ્વારા કલેકટરને લેખિત અાવેદનપત્રક આપી પાણી કાપ મુદ્દે વિરોધ વ્યક્ત કરી વલસાડની પ્રજાને ગેરમાર્ગે દોરી રહી છે. પરંતુ આ પાણી કાપ મુદ્દે શુ હકીકત છે જે સત્ય ન્યુઝ પર પાલિકા ચીફ ઓફિસર મકવાણા અને પ્રમુખ પંકજ આહીર એ તમામ હકીકત લેખિત અને મૌખિક જણાવી હતી.
જેમા તેમણે કહ્યુ હતુ કે નગરપાલીકામાં જે કાંકરાપાર્ક યોજના અંતર્ગત જે પાણી મળી રહ્યુ છે. એમાંં કાંપ મુકવામાં આવતા ઝોન વાઇઝ અને રૂટ નક્કી કરવામાં આવેલ હતો. તે રૂટ પ્રમાણે પાણી મળવાનું હતું આગામી દિવસોમાં પાણીના કાપને ધ્યાનમાંં લઇને નગરપાલીકા દ્રારા ચુુચારૂ વ્યવસ્થા ગોઠવીને આગોતરૂ આયોજન હાથ ધરવામાં આવેલ હતુ. જેના અનુસંધાને શહેરને એક ટાઇમ પાણી આપવાનો નિર્ણય કરેલ હતો. સમગ્ર શહેરને એક ટાઇમ પાણી દોઢ કલાકના મારફતે આપવામાં આવે છે. અને આગામી ઉનાળામાં પણ એક ટાઇમ પાણી આપવામાં આવશે. જેથી કરીને છેવાડા સુધી પાણી પહોંચી શકે તે પ્રમાણે નગરપાલીકાએ પૂરે પૂરો બંધોબસ્ત કરેલ છે, આગામી સમયમાંં ઇનાળામાંં શહેરીજનોને પાણી બાબતે કોઇ તકલીફ નહિ પડે તે માટે નગરપાલીકા પ્રતિબધ્ધ છે. અને તેજ પ્રમાણેનું આયોજન હાથ ધરવામાંં આવેલુ છે.
પ્રમુખ પંકજ આહીરે જણાવ્યુ કે ગુજરાતમાંં જે પાણીનું સંકટ વર્તાઇ રહ્યુ છે. ત્યારે આપણી વલસાડ નગરપાલીકા નગરજનોને પાણી આપવા પ્રતિબધ્ધ છે. એમાં કોઇ શંકાને સ્થાન નથી તો આપણા જે રોટેશન છે. તે રોટેશન પછી જે આવનારૂ રોટેશન છે. તે 29-3-2018 સુધીનું છે. અને તે રોટેશન જો આવતા સમય સુધીમાંં આપણે વિરોધ પક્ષની રજૂઆતોને ધ્યાનમાંં લઇને 2 સમય પાણી આપવા જાઇએ તો શહેરમાં આગામી દિવસોમાં તકલીફ આવે તેવા સંજોગોની શક્યતા પૂરેપૂરી છે. તેટલા માટે આપણે ફેબ્રુઆરીથી એક સમય પાણી આપીએ છીએ અને આવતા રોટેશનમાંં આવનારો જળસંચય પૂરતા પ્રમાણમાં પાણીની વિકટ સમસ્યા હોવા છતા નગરજનોને એક સમય જ પાણી મળશે.