અમદાવાદ 2008ના અમદાવાદનાં સિરીયલ બ્લાસ્ટના મુખ્ય સુત્રધાર તૌકીરની ધરપકડ કરી ગતરાત્રિએ અમદાવાદ લવાયો. જે અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજે પૂછપરછ હાથ ધરી. ગઇકાલે રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ્હી એન.આઇ.એ.ની ટીમ પાસેથી તૌકીરની ટ્રાન્ફર વોરન્ટના આધારે અમદાવાદ લાવવામાં આવ્યો.
દિલ્હી એન.આઇ.એ.ની ટીમ દ્વારા તૌકીરની અગાઉ થયેલ પૂછપરછ દરમિયાન તૌકીરે કબુલાત કરી છે, કે તે રીયાઝ ભટકલ અને યાસિન ભટકલ સાથે સંપર્કમાં હતો.. ઉપરાંત કયામુદ્દીન કાપડીયા સાથે પણ તૌકીર છેલ્લા ઘણા સમયથી સંપર્કમા હતો. અમદાવાદ બ્લાસ્ટ દરમિયાન તૌકીર શહેરના વટવા વિસ્તારમાં રહ્યો હતો. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ શરૂ કરી છે. ઉપરાંત પાવાગઢ અને પંચમહાલ ખાતે કઇ જગ્યાએ તેણે કરેલી રેકી અંગે પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પુછપરછ કરી રહી છે.
હવે પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તૌકીરને કોર્ટ સમક્ષ રીમાન્ડ માંગશે. અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ તેમજ મુંબઇ માં થયેલા ટ્રેન બ્લાસ્ટ અંગે તપાસ શરૂ કરશે. તૌકીર આ બન્ને શહેરમાં થયેલા બ્લાસ્ટમાં આરોપી છે. આ ઉપરાંત તૌકીર પર 20 જેટલા અન્ય ગુનાઓ પણ નોંધાયા છે.
તૌકીર અમદાવાદ સિરીયલ બ્લાસ્ટ બાદ નેપાળ ખાતે છેલ્લા 7 વર્ષથી રહેતો હતો.નેપાળની ખાનગી શાળામાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે નોકરી કરતો હતો.જો કે તૌકીર સાઉદી અરેબીયામાં પણ 2 વર્ષ રોકાયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ તમામ જગ્યાઓ પરથી તૌકીર ઇન્ડીયન મુઝાહીદ્દીન સાથે કઇ રીતે સપર્કમાં હતો, તે અંગે પણ તપાસ શરૂ કરી છે.