ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રવિવારે તેમનો 38મો જન્મદિવસ ખાસ દિવ્યાંગ બાળકો સાથે ઉજવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમનો જન્મદિવસ સેવાકીય પ્રવૃતિ દ્વારા ઉજવ્યો હતો. કોઈપણ આપત્તિમાં હંમેશા જનતાની સાથે ઉભા રહ્યા, સેવાના હેતુથી હંમેશા જનતા સાથે જોડાયેલા રહ્યા, કોવિડ જેવી મહામારી વખતે પણ તેમણે રાત-દિવસ શહેરની જનતાની સેવા કરીને પોતાની જવાબદારી નિભાવી. તો તેમણે સેવામાં અનોખી છાપ છોડી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત રવિવારે ધરમ પેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અને વડોદરાની મદદનીશ પોલીસ કમિશનર કચેરી ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધજન મંડળના બાળકો સાથે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી.
આ સાથે વડોદરા મદદનીશ પોલીસ કમિશનર કચેરીમાં અંધજન મંડળના બાળકોએ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મદદનીશ પોલીસ કમિશ્નર કચેરીમાં વિકલાંગ બાળકોએ ગીત ગાઈને હર્ષ સંઘવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને આ બાળકોએ હેપ્પી બર્થ ડે કાર્ડ બનાવી હર્ષ સંઘવીને આપ્યા હતા. હર્ષ સંઘવી અલગ-અલગ વિકલાંગ બાળકો દ્વારા આટલું સરસ સ્વાગત કરીને અભિભૂત થયા હતા. દરમિયાન હર્ષ સંઘવીએ પણ આ તમામ બાળકોને કેક ખવડાવીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.