મેઘાલયમાં 59 વિધાનસભા સીટો પર થયેલી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. સત્તાધારી કોંગ્રેસ અહીંયાં સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ તેમની પાસે બહુમત નથી. કોંગ્રેસને 21 સીટો પર જીત મળી છે. તો બીજી તરફ એનપીપી બીજી મોટી પાર્ટી તરીકે સામે આવી છે. જેમના ખાતામાં 19 સીટો આવી છે. તો બીજેપીને 2 સીટો પર જીત મળી છે. અહીંયાં અન્યના ખાતામાં 11 સીટો આવી છે.
બીજેપી સતત એનપીપીના સંપર્કમાં છે. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિના કારણે અહીંયા રાજકીય ગતિવિધિઓ ઝડપી થઈ ગઈ છે. કોંગ્રેસ કોઈપણ રીતે સત્તા બચાવવામાં લાગી છે તો બીજેપી પણ કમળ ખીલે તે પ્રયાસો કરી રહી છે.
મેઘાલયમાં મતગણના દરમિયાન સત્તાધારી કોંગ્રેસને શરૂઆતથી જ એનપીપીથી કાંટાની ટક્કમ મળી. તો બીજી તરફ સૌથી મોટી પાર્ટી હોવા છતાં બહુમત ન મળવાની સ્થિતિને જોતા કોંગ્રેસના બે દિગ્ગજ નેતા અહેમદ પટેલ અને કમલનાથ મેઘાલય પહોંચી ગયા. હકીકતમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં ગોવા અને મણિપુરમાં પણ કોંગ્રેસ લીડ મેળવવા છતા લેટલતીફિના કારણે સરકાર બનાવવામાં નિષ્ફળ થઈ હતી. આ જ કારણ છે કે આ વખતે કોંગ્રેસે પહેલાથી સત્તા બચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.
બીજી તરફ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પરિણામો વચ્ચે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મેઘાલયમાં તોડફોડની સંભાવના જ નથી. તેમણે કહ્યું કે, કોંગ્રેસને બહુમતી નથી મળી. ત્યાંના સાંસદો જેને સમર્થન આપશે તેમની જ સરકાર બનશે. શાહના આ નિવેદન બાદ મેઘાલયમાં રાજકીય ગતિવિધિઓ વધારે તેજ થવાની ઉમ્મીદ છે.
મેઘાલય ચૂંટણી પરિણામોમાં મુખ્યમંત્રી મુકુલ સંગમા અંપતિ અને સાંગસક વિધાનસભા સીટોથી ચૂંટણી જીતી ગયા છે. તે આ વખતે બે સીટો પરથી ચૂંટણી લડ્યા હતા. તો અપક્ષના વિજયી ઉમેદવાર એસકે સુને કહ્યું કે, જે પાર્ટી મેઘાલયની જનતાની ભલાઈ માટે કામ કરશે, તે તેનું જ સમર્થન કરશે.
તો મેઘાલયલમાં પહેલીવાર કમળ ખીલવવાનો પ્રયાસ કરી રહેલી બીજેપી પણ પોતાના દાવ રમી રહી છે. કહેવાઈ રહ્યું છે કે બીજેપી મેઘાલયમાં દિવંગત પીએ સંગમાની પાર્ટી નેશનલ પીપુલ્સ પાર્ટી સાથે વાતચીત કરી રહી છે. ચર્ચા છે તે પરિણામ સામે આવ્યા બાજ બીજેપી અને એનપીપી હાથ મિલાવી શકે છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું પ્રદેશમાં કુલ 60 વિધાનસભા સીટ છે પરંતુ એક વિધાનસભા સીટ પર ઉમેદવારના નિધનના કારણે 59 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.