અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગામી સોમવારથી જનમિત્ર અનલીમીટેડ ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવશે, શહેરના ૧૪૫ BRTS બસ સ્ટેન્ડ ઉપર નાગરિકો ફ્રી વાઇ-ફાઇનો લાભ લઇ શકશે જ્યારે અગામી દિવસોમાં આ સેવાને મ્યુનિ. સંચાલિત હોસ્પિટલો, ઝોનલ કચેરીઓ સહિત અન્ય સ્થળોએ અમલી બનાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ચાર વર્ષ પહેલાં કાંકરિયા લેક ફ્રન્ટ સહિત કેટલાંક સ્થળોએ ફ્રી વાઇ-ફાઇ સેવા શરૃ કરવાનો વાયદો કરવામાં આવ્યો હતો પણ થોડા સમય માટે સેવા શરૃ કરી સુરક્ષાના કારણોસર બંધ કરી દેવાઇ હતી. હવે અમદાવાદ મ્યુનિ. સોમવારથી સ્માર્ટ સીટી યોજના અંતર્ગત શહેરના ૧૪૫ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ કરાવશે. સ્માર્ટ સીટી અંતર્ગત જનમિત્ર કાર્ડ ધરાવનારા નાગરિકોને ૨ સ્મ્ઁજીની સ્પીડ મળશે જ્યારે અન્ય નાગરિકોને ૧ સ્મ્ઁજીની સ્પીડ મળશે. સવારે ૬થી રાતના ૧૧ વાગ્યા સુધી નાગરિકો ફ્રી વાઇફાઇનો લાભ મેળવી શકશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે જેમાં જનમિત્ર ફ્રી વાઇ-ફાઇ સેવાનો લાભ લેવા માટે ઓટીપી નંબર જનરેટ કરવો પડશે જે ઓપીટી નંબરથી મોબાઇલ કે લેપટોપમાં ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરી શકાશે. એકવાર ઓટીપી નાંખ્યા બાદ એક અઠવાડિયા સુધી તેનો ઉપયોગ કરી શકાશે. જ્યારે કેન્દ્ર સરકારના નિયમ મુજબ પ્રતિબંધિત વેબસાઇટ કે પોર્ન વેબસાઇટ સર્ફ કરી શકાશે નહીં. આ સિવાય વાંધાજનક કન્ટેન્ટ કે વેબસાઇટ સર્ફ કરનારા યુઝર ઉપર ધ્યાન રાખવા માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઇ છે. આ પ્રકારનું કન્ટેન્ટ ડાઉનલોડ થશે તો તેવા સંજોગોમાં કંટ્રોલ રૃમમાં બેઠા-બેઠા મોનીટર કરી શકાશે. પ્રતિબંધિત કન્ટેન્ટ કે વેબ સર્ફ કરનારા યુઝરના મોબાઇલ કે લેપટોપ નંબરને બ્લેક લીસ્ટમાં નાંખી દેવાશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પહેલા તબક્કામાં બીઆરટીએસ બસ સ્ટેશનને વાઇ-ફાઇ ઝોનમાં કનવર્ડ કરવામાં આવ્યા છે પછી વીએસ હોસ્પિટલ સહિત અન્ય મ્યુનિ.હોસ્પિટલો, મ્યુનિ.ની ઝોનલ કચેરીઓ સાથે એમ.જે લાયબ્રેરી ખાતે પણ ફ્રી વાઇફાઇ ઉપલબ્ધ કરાવાશે. મ્યુનિ. બીએસએનલ પાસેથી વાઇફાઇ મેળવશે.